આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Sunday, 19 June 2016

♥ કુદરતી થર્મોમીટર - તમરાં ♥



ઘણી વાર રાત્રે શાંત વાતાવરણમાં તમરાંનો અવાજ તમે સાંભળ્યો હશે. આ અવાજ કંસારી નામનાં જીવડાંનો  છે. કંસારી વંદા, તીતીઘોડા, તીડના વર્ગનું જંતુ છે. તેના માથા પર એન્ટેના જેવા બે વાળ હોય છે.

કંસારીની લગભગ ૯૦૦ જેટલી જાતો છે. તે રાત્રે નાના જંતુઓનો શિકાર કરે છે. તેનો સતત અને લયબધ્ધ અવાજ જાણીતો છે. આ અવાજ તેની પાંખોના મૂળમાં રહેલી ગ્રંથી ધ્રુજાવીને કરે છે. વિવિધ  પ્રકારનાં તમરાં વિવિધ પ્રકારનાં લયબધ્ધ અવાજ કરે છે.

૧૯૭૫માં વિલિયમ કેડ નામના વિજ્ઞાનીએ તમરાના અવાજ અને વાતાવરણના તાપમાન વચ્ચેનો સંબંધ શોધી કાઢેલા. 

અમેરિકાના સ્નોવી ટ્રી ક્રિકેટ નામના તમરાં ૧૪ સેકંડમાં જેટલી ચિચિયારીઓ પાડે તેમાં ૪૦ ઉમેરીએ તો તે તાપમાનનો ફેરનહીટનો આંકડો દર્શાવે છે. આ નિયમને ડોલ્બીપર્સ લો કહે છે.

સામાન્ય તમરાં ૧૩ સેલ્શીયસ ડિગ્રી તાપમાને એક મિનિટમાં ૬૨ વાર અવાજ કરે છે.

કંસારી સાથે અનેક માન્યતા સંકળાયેલી છે. બ્રાઝિલમાં ઘરમાં કાળી કંસારી દેખાય તો માંદગી આવે તેમ મનાય છે. અને ભૂખરી કંસારી સંપત્તિ લાવે તેમ મનાય છે.

બાર્બાડોસમાં કંસારીને શુકનિયાળ મનાય છે. ત્યાંના લોકો ઘરમાંથી કંસારી બહાર કાઢી મૂકતા નથી.


No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.