♠ પક્ષીઓની આંખો તેના માથામાં લગભગ ૫૦ ટકા જગ્યા રોકે છે. અન્ય પ્રાણીઓની આંખો નાની હોય છે.
♠ પક્ષીઓમાં માદા કરતા નર પક્ષી વધુ આકર્ષક અને રંગબેરંગી હોય છે અને કર્ણપ્રિય ગીતો ગાઈ શકે છે.
♠ સામાન્ય રીતે પક્ષીઓના ઇંડા સફેદ હોય છે પરંતુ અમેરિકાની અને આરાકાની મરઘી લીલા ઇંડા મૂકે છે.
♠ પક્ષીઓ પોતાના શરીરના વજનના પાંચમા ભાગ જેટલો ખોરાક રોજ ખાય છે. તેમને ઊડવા માટે વધુ શક્તિની જરૃર હોય છે.
♠ યુરોપિયન રેન નામનું પક્ષી વિવિધ પ્રકારના ૭૦૦ જેટલા અવાજ કરી શકે છે. તેનો અવાજ ૫૦૦ મીટર દૂર સુધી પણ સંભળાય છે.
♠ ઘૂવડ આંખો ફેરવી શકતું નથી એટલે તેનું માથુ ૩૬૦ અંશને ખૂણે ચારે તરફ ફેરવી શકે છે. ઘૂવડની પાંખોના પીંછા એટલા નરમ હોય છે કે તે ઊડે ત્યારે જરાય અવાજ થતો નથી.
♠ કીવી એકમાત્ર પક્ષી એવું છે કે જેને ચાંચ ઉપર નસકોરા હોય છે. તે આંધળું હોવાથી ગંધ દ્વારા જ રસ્તો અને ખોરાક શોધે છે.
♠ શિકારી પક્ષી બાજ સૌથી ચપળ પક્ષી ગણાય છે. શિકાર માટે બાજ પાળવાની પરંપરા હતી. કહેવાય છે કે ચંગીઝખાનની સેનામાં ૧૦૦૦ બાજ પક્ષી પણ હતા.
♠ હિમાલયમાં સૌથી વધુ ઊંચાઈએ રહેતું હિમાલયન ગીધ સૌથી વધુ ઊંચાઈએ ઊડી શકે છે. આ ગીધ ૮૦૦૦ મીટર કરતા વધુ ઊંચાઈએ ઊડતા જોવા મળેલા છે.
♠ આફ્રિકાનું કોરી બસ્ટર્ડ પક્ષી ૧૪ કિલો વજનનું હોવા છતાંઊય ઊડી શકે છે.
♥ આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો. ♥
Sunday, 19 June 2016
♥ પક્ષીજગતનું જાણવા જેવું ♥
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.