♦ આજે વિદ્યુત ઊર્જા આપણા જીવનનું અનિવાર્ય અંગ બની ગઈ છે. વીજળી એ કુદરતી શક્તિ છે આ વિજ્ઞાાનીઓએ તેના વિવિધ ઉપયોગ શોધી કાઢયા અને આપણે તેના દ્વારા અનેક સુવિધા પ્રાપ્ત કરી છે.
♦ પ્રાચીન કાળમાં વીજળી દૈવી શક્તિ મનાતી તેનાથી લોકો ગભરાતાં, પરંતુ તે સમયના વિદ્વાનો વીજળી અંગે સંશોધનો કરતા, પ્રાચીન કાળમાં ઈજીપ્તના લોકો નાઈલ નદીમાં રહેલી ઈલ માછલીના શરીરમાં પેદા થતા વીજ કરંટ વિશે જાણતા હતા. ઈલ માછલીને તે જમાનાના લોકો દૈવી માછલી તરીકે ઓળખતા. ગ્રીસમાં પ્રાચીન કાળમાં આ માછલીના ઝટકાથી હાડકાના રોગોની સારવાર થતી. જો કે લોકોને ખબર નહોતી કે આ ઝાટકો વીજળીનો છે.
♦ ઈ.સ. પૂર્વે ૬૦૦ના ગાળામાં ગ્રીક સંત મેગ્નસને ખેતરમાં ચાલતી વખતે પગરખામાં લોખંડની ખીલી સાથે કેટલાક પથ્થરો ચોંટી જવાનો અનુભવ થયો. મેગ્નસને આ પથ્થરોમાં ચૂંબકીય શક્તિ છે તે વાતની ખબર નહોતી પરંતુ આવા ઘણા પથ્થરો હોવાથી તે પ્રદેશ મેગ્નેશિયા તરીકે ઓળખાયો.
♦ તે જમાનામાં થેલ્સ ઓફ મિલેટસે અબનુસના સળિયા સાથે બિલાડીના રેસા ઘસીને કોઈ શક્તિ પેદા થતી હોવાનું શોધ્યું. એટલે અબનુસ પણ દૈવી શક્તિ હોવાનું મનાયું. સેંકડો વર્ષો સુધી આવી માન્યતાઓ પ્રચલીત બની અને પરંપરા તરીકે આગળ વધી.
♦ ૧૫મી અને ૧૬મી સદીમાં વીજળી અને ચૂંબક વિશે વધુ સંશોધનો થયા અને ચૂંબક તેમજ વીજળીને લોકો ઓળખતા થયા.
♦ ૧૬મી સદીમાં બ્રિટનમાં રાજવી દરબારના વિજ્ઞાની વિલિયમ ગિલ્બર્ટે શોધી કાઢયું કે પૃથ્વી પોતે એક મોટું ચૂંબક છે. તેણે અબનુસ ઉપરાંત હીરા, લાખ, ક્ષારના પથ્થર, ફટકડી વગેરેને કોઈ રેસા સાથે ઘસવાથી સ્થિર વિદ્યુત ઉત્પન્ન કરવાનું શોધી કાઢયું. તેણે ઈલેક્ટ્રોસ્કોપ નામનું સાધન બનાવ્યું.
♦ વિલિયમ ગિલ્બર્ટ વિદ્યુતનો પિતામહ કહેવાય છે અને ૧૬મી સદી પછી વીજળી અને ચૂંબકના અનેક સંશોધનો થયા.
♥ આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો. ♥
Sunday, 19 June 2016
♥ પ્રાચીનકાળમાં વીજળી ♥
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.