♦ સ્વિટ્ઝર્લેન્ડની સર્ન લેબોરેટરીમાં ૨૦૧૨માં થયેલો એક મહાપ્રયોગ ખૂબજ જાણીતો બન્યો હતો. આ પ્રયોગમાં ઈશ્વરનો કણ શોધવાનો અખતરો થયો હતો. આજે પણ એ પ્રયોગ આગળ વધી રહ્યો છે. આ કણ એટલે અણુ-પરમાણુથી પણ સુક્ષ્મ 'હિગ્સ બોઝોન' કહેવાય છે. બ્રહ્માંડની ઉત્પત્તિ દરમિયાન થયેલા બિગ બેન્ગ વખતે આ કણ પેદા થયો હતો તેમ વિજ્ઞાનીઓ માને છે. તેના અસ્તિત્વની શોધ પિટર હિગ્સ નામના વિજ્ઞાનીએ કરેલી તેને ફિઝિક્સનું નોબેલ ઈનામ એનાયત થયું હતું.
♦ પીટર હિગ્સનો જન્મ ઈંગ્લેન્ડના ન્યુકેસલમાં ઈ.સ. ૧૯૨૯ના મે માસની ૨૯ તારીખે થયો હતો.
♦ તેના પિતા બીબીસી રેડિયોમાં સાઉન્ડ એન્જિનિયર હતા. બાળપણમાં બિમારી અને બીજા વિશ્વયુધ્ધની અવ્યવસ્થાને કારણે હિગ્સનું પ્રાથમિક ભણતર અડચણભર્યું હતું.
♦ પીટર તેની માતા સાથે બ્રિસ્ટલમાં રહ્યો અને ૧૯૪૬માં ગોથામ ગ્રામર સ્કૂલમાંથી ગ્રેજ્યુએટ થયો.
♦ ૧૯૪૬માં તે લંડન સ્કૂલમાં ગણિતના ઉચ્ચ શિક્ષણ માટે ગયો અને કિંગ્સ કોલેજમાંથી ફિઝિક્સમાં ફર્સ્ટ ક્લાસ સાથે ગ્રેજયુએટ થયો.
♦ ૧૯૫૨માં તેણે ફિઝિક્સમાં માસ્ટરની ડિગ્રી મેળવી. ૧૯૫૪માં તેણે મોલક્યૂલર ફિઝિક્સમાં પીએચડી કરી.
♦ એડિનબર્ગ યુનિવર્સિટીમાં સંશોધક તરીકે જોડાયો. ૧૯૮૦માં એડિનબર્ગની થિયરીટીકલ ફિઝિક્સના પ્રમુખપદે નિમણૂક મળી.
♦ જાપાનના નોબેલ ઈનામ વિજેતા ઓઈકિરો નામ્બુએ તે સમયે સબએટમિક પાર્ટિકલના સંશોધનો કરેલા. તેની પ્રેરણાથી હિગ્સે પણ સંશોધનો કર્યા અને સફળતા મેળવી.
♦ હિગ્સને તેના યોગદાન બદલ નોબલ ઉપરાંત વિશ્વભરમાંથી અનેક સન્માનો મળેલા છે. ૨૦૧૪માં તેને ફ્રિડમ ઓફ ન્યુકેસલનો એવોર્ડ એનાયત થયેલો. હાલમાં તેઓ એડિનબર્ગમાં તેમના પરિવાર સાથે રહે છે.
♥ આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો. ♥
Sunday, 19 June 2016
♥ સબએટમિક પાર્ટિકલ 'હિગ્સ બોઝોન'નો શોધક - પીટર હિગ્સ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.