આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Sunday, 19 June 2016

♥ અતુલ્ય ભારત ♥


ભારત એ વિશ્વની સૌથી જૂની મોટી અને આજે પણ ચાલુ હોય તેવી સંસ્કૃતિનો દેશ છે.

૧૭મી સદી સુધી ભારત વિશ્વનો સૌથી સમૃધ્ધ દેશ હતો.

ભારતે છેલ્લા ૧૦૦૦૦ વર્ષમાં અન્ય કોઈ દેશ ઉપર હુમલો કર્યો નથી.

ભારતનું વારાણસી વિશ્વનું સૌથી પ્રાચીન શહેર છે અને ત્યાં આજે પણ લોકો વસે છે.

વહાણવટાની શોધ ભારતમાં ૬૦૦૦ વર્ષ પહેલાં સિંધુ નદીમાં થઈ હતી. સંસ્કૃત શબ્દ 'નવગતિ' પરથી નેવિગેશન શબ્દ બન્યો છે.

ભારતમાં ૨૬૦૦ વર્ષ પહેલાં મનુષ્ય પર શસ્ત્રક્રિયા થતી. ભારતના ઋષિ સુશ્રુત શસ્ત્રક્રિયાના પિતામહ કહેવાય છે. તે જમાનામાં ૧૨૫ જેટલાં સર્જીકલ સાધનો હતાં.

ભારતમાં ઈ.સ.પૂર્વે ૭૦૦માં સ્થપાયેલી વિશ્વની પ્રથમ યુનિવર્સિટી તક્ષશીલામાં દસ હજાર વિદ્યાર્થીઓને ૬૦ વિષયો શિખવાતા.


No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.