★ પૃથ્વી નારંગી આકારનો સહેજ ચપટો ગોળો છે તે ધરી પર ચક્રાકાર ફરે છે. ધરીના બંને છેડાને ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ કહે છે. ધ્રુવ પ્રદેશો તેના વિશિષ્ટ હવામાન, ભૂગોળ માટે જાણીતા છે.
★ પૃથ્વી ગોળાકાર ફરે ત્યારે તેની વચ્ચેનો વિષુવવૃત્તનો ભાગ ૨૪ કલાકમાં એક ચક્ર પૂરું કરે પરંતુ છેડાના ધ્રુવ બિંદુઓ તો સ્થિર છે. ભમરડો ફરતો હોય ત્યારે તેની જમીનને અડકેલી આર ગોળાકાર ફરે તે સ્થિતિ ધ્રુવબિંદુઓની હોય છે.
★ પૃથ્વીના ધ્રુવનું સ્થાન ચોક્કસ છે પરંતુ તેના ત્રણ પ્રકાર છે. ભૌગોલિક ધ્રુવ કે જે પૃથ્વીની બરાબર વચ્ચેની ધરીના છેડાથી બને છે. પૃથ્વી એક મોટું લોહચુંબક છે તેનું ચુંબકત્વ પણ બંને છેડે કેન્દ્રિત થાય છે. આ બિંદુને ચુંબકીય ધ્રુવ કે મેગ્નેટિક ધ્રુવ કહે છે. લોહચુંબક આ બિંદુ તરફ આકર્ષાયેલા રહે છે.
★ ત્રીજો જીઓ મેગ્નેટિક ધ્રુવ. પૃથ્વીનું ધરીભ્રમણ નિયમિત નથી ક્યારેક હલબલે છે. આવી સ્થિતિ ૧૪ મહિના રહે છે તેમાં ધ્રુવોના સ્થાનમાં ૯થી ૧૮ ફૂટનો ફેરફાર થાય છે.
★ પૃથ્વીના પેટાળમાં અનેક પ્રક્રિયાઓ ચાલતી હોય છે જેને કારણે ગુરુત્વાકર્ષણમાં પણ થોડો ફેરફાર થાય છે અને ચુંબકીય ધ્રુવના સ્થાન પણ ખસે છે. વિજ્ઞાનીઓ આ બધા ફેરફારનો ઊંડો અભ્યાસ કરે છે પરંતુ ધ્રુવ બિંદુના ચોક્કસ સ્થાન ક્યારેય સાચા માપી શકાતા નથી.
♥ આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો. ♥
Sunday, 19 June 2016
♥ પૃથ્વીના ધ્રુવ ♥
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.