આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Sunday, 19 June 2016

♥ રંગબેરંગી રૂપાળું ગીધ - કિંગ વલ્ચર ♥

ગીધ કદાવર અને શિકારી પક્ષી છે. અણીદાર વાંકી ચાંચ, તીક્ષ્ણ નજર અને અવકાશમાંથી સીધી જ છલાંગ મારીને જમીન પરથી નાના મોટા જીવોનો શિકાર કરે છે.

સામાન્ય રીતે ગીધ કદરૃપા, ડરામણા અને ભૂખરા રંગના હોય છે પરંતુ મેક્સિકો આર્જેન્ટિના અને દક્ષિણ અમેરિકાના જંગલમાં શિકારી પણ રૃપાળું ગીધ જોવા મળે છે.

કાળા ટપકાવાળું, સફેદ, શરીર, ડોક અને માથા પર પીળા અને કેસરી રંગની છટા તેને રાજા જેવું રૃપ આપે છે. આ ગીધને કિંગ વલ્ચર કહે છે.

કિંગ વલ્ચર ૩૦થી ૩૨ ઇંચ લાંબા હોય છે તેની પાંખો ૧ મીટર ઘેરાવાની વિશાળ હોય છે. તેની પાંખોના પીંછા આગળથી સફેદ અને  પાછળથી કાળા હોય છે. પાંખ ફેલાવીને ઊડે ત્યારે આગળનું શરીર સફેદ અને પાછળનું અડધું કાળું દેખાય છે.

તેની ડોક કેસરી રંગની હોય છે. માથુ કાળું પણ આંખની ફરતે કેસરી કુંડાળું હોય છે તેની કાળી ચાંચની ઉપરના ભાગે પીળા સોનેરી રંગની કલગી હોય છે.

કિંગ વલ્ચર આકાશમાં પાંખો હલાવ્યા વિના કલાકો સુધી હવામાં તરી શકે છે. કિંગ વલ્ચર જમીન પર પથ્થરો ગોઠવીને માળો તૈયાર કરે છે.

દક્ષિણ અમેરિકાની પ્રાચીન સંસ્કૃતિમાં કિંગ વલ્ચરને દેવના દૂત તરીકે સરખાવાયા છે. આકર્ષક અને સુંદર શિકારી પક્ષી હોવાથી વિશ્વભરના ઝૂમાં આ ગીધ આકર્ષણનું કેન્દ્ર બને છે.


No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.