આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Sunday, 19 June 2016

♥ સાપ વાંકીચૂકી ગતિમાં કેમ સરકે છે ? ♥

પેટે ચાલનારા  સરિસૃપ જીવોમાં સાપ એક પણ પગ વિનાનો જીવ છે. સાપ ચાલતા નથી પણ જમીન જેવી સપાટી પર સરકે છે તેની સરકવાની ગતિ અને પદ્ધતિ અજાયબીભરી છે. સાપ આગળ વધવા માટે સ્નાયુઓ અને કરોડરજ્જુનો ઉપયોગ કરે છે. સાપની કરોડરજ્જુ સંખ્યાબંધ ગોળાકાર રિંગ જેવા હાડકાની બનેલી હોય છે અને પેટ ઉપર આડા રિંગ આકારના સ્નાયુઓ હોય છે.

સાપ જમીન પર સરકવા માટે એક વાર શરીરના ડાબી તરફના સ્નાયુઓને સંકોચીને છૂટા મૂકે છે અને પછી તરત જ જમણી બાજુના. આમ શરીરમાં ડાબે જમણે ગતિના મોજા પેદા થાય છે. કાચ જેવી લીસી સપાટી પર સાપ સરકી શકતો નથી.

સાંકડી જગ્યા કે દરમાંથી બહાર આવવા માટે સાપ જુદી જ ટેકનિક વાપરે છે. તે પૂંછડીના સ્નાયુઓને સંકોચીને શરીરને આગળ ધકેલેછે.

પૃથ્વી પર હજારો જાતના સાપ જોવા મળે છે. દરેકની સરકવાની પદ્ધતિ એકસરખી હોય છે. પરંતુ ઝડપ જુદી જુદી હોય છે. કેટલાક સાપ અદ્ભુત ગતિથી સરકે છે તો કેટલાક સાપ ઝાડ પર પણ ચડી શકે છે.


No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.