આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Thursday, 9 June 2016

♥ દુનિયાનો સૌથી મોટો તરતો પુલ ♥

અમુક લોકો એવા છે; જે કંઇક દેશને ઉપયોગી વસ્તુ બનાવીને પોતાનું નામ વર્લ્ડ રેકોર્ડના ચોપડે નોંધાવવાની ઇચ્છા રાખતા હોય છે. ગત મહિને વોશિંગ્ટનમાં એક મહાકાય પુલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું; જેની લંબાઇ ૨૩૪૯.૫૫ મીટર છે. આ પુલને લોન્ગેસ્ટ ફ્લોટિંગ બ્રિજ નામ આપવામાં આવ્યું છે. આ બ્રિજ સીએટલથી બેલેવ્યુ એમ બંને સીટીને મળે છે. એક છેડેથી સિટીના બીજા છેડા સુધી લાંબા આ પુલને હાલમાં વોશિંગ્ટનના લોકો માટે ખુલ્લો રાખવામાં આવ્યો છે. જ્યાં સુધી આ પુલ ઉપર વાહનોની અવર-જવરની પરમિશન ન આપવામાં આવે ત્યાં સુધી અહી લોકો મોજથી ફરી શકે છે. આ બ્રિજને બનતાં ૧૫ વર્ષ લાગ્યાં હતાં, હવે ઇજનેર આ બ્રિજની ઉંમર ૭૫ વર્ષ સુધીની જણાવે છે. ઇજનેરોનું માનવું છે કે, આગામી ૭૫ વર્ષ સુધી આ બ્રિજને કાંઇ જ થવાની શક્યતા નથી. આ બ્રિજને ઝૂલતા કે તરતા પુલ તરીકે પણ ઓળખવામાં આવે છે.


No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.