આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Thursday, 9 June 2016

♥ જગતમાં સૌથી મોંઘો પદાર્થ કયો? તેની શોધ કોણે કરી હતી? ♥

અમેરિકાની કેલિફોર્નિયા યુનિવર્સિટી ખાતે ગ્લન સિબોર્ગ અને બીજા ત્રણ સંશોધકોએ ક્યુરિયમ નામના તત્ત્વ પર હિલિયમ આયનો વડે મારો ચલાવવાનો પ્રયોગ કર્યો હતો. તે સમયે એક જુદા જ પદાર્થના આશરે ૫૦૦૦ અણુ બન્યા. આ પદાર્થને તેમણે ક્કકેલિફોર્નિયમ' એવું નામ આપ્યું હતું. ઘણી મહેનત અને અઢળક ખર્ચ કર્યા પછી નરી આંખે પણ ન જોઈ શકાય એટલો નજીવો જથ્થો મળ્યો હતો. કેલિફોર્નિયમ પદાર્થનું નામ જે રીતે કેલિફોર્નિયા રાજયના નામ પરથી પડયું હતું તે રીતે જર્મેનિયમ, ફ્રાન્સિયમ, યુરોપિયમ, અમેરિકમ તથા સ્કેન્ડિયમ આ પાંચ તત્ત્વોમાં નામ પણ જે તે દેશ-પ્રદેશનાં નામ પરથી પડયાં છે. કેલિફોર્નિયમ સૌથી મોંઘો પદાર્થ ગણાય છે તેના એક માઈક્રોગ્રામ એટલે કે ૧ ગ્રામનો ૧૦ લાખમો ભાગ થાય, તેનો ભાવ ૧૦ ડોલર જેટલો છે. જગતમાં સૌંથી મોંઘો આ પદાર્થ છે.


No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.