આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Thursday, 9 June 2016

♥ ફ્લોરોસ્કોપ ♥

મનુષ્યના શરીરની અંદરના અવયવો ક્ષકિરણો વડે તપાસવા માટે વપરાતા સાધનનું નામ ફ્લોરોસ્કોપ છે. શરીરમાંના અવયવોને કામ કરતી હાલતમાં જોવા માટે ડોક્ટર ફલોરોસ્કોપનો ઉપયોગ કરે છે. કાર્યશીલ અવયવોના નિરીક્ષણથી રોગ ઓળખવા માટે ઘણી સરળતા રહે છે. જો કે, ફ્લોરોસ્કોપનો એક ગેરફાયદો એવો છે કે, ડોક્ટરે અંધારામાં બેસીને કામ કરવું પડે છે. ફ્લોરોસ્કોપની મદદથી શરીરની આરપાર ક્ષ-કિરણો નીકળી જાય છે અને સામે ગોઠવાયેલા પડદા પર પડછાયો પડે છે. આ પડછાયો જોવા માટે અંધારું જરૂરી છે. તેથી ડોક્ટરની આંખ અંધારામાં જોવા માટે ટેવાયેલી હોવી જોઈએ. ફ્લોરોસ્કોપની મદદથી ઘણા રોગમાં નિદાન થઈ શકે છે.


No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.