♦ બિરબલ સાહની એક વનસ્પતિશાસ્ત્રી હતા. તેમણે ધરતી ઉપર ઉગતી વનસ્પતિ અને કાળક્રમે ધરતીના પેટાળમાં દટાઇ ગયેલી વનસ્પતિ ઉપર અભ્યાસ કર્યો છે.
♦ ૧૪ નવેમ્બર, ૧૮૯૧માં જન્મેલા બિરબલ સાહનીને વનસ્પતિને જોવી, તેનો સંગ્રહ કરવામાં નાનપણથી રસ હતો. બિરબલ સાહની નાના હતા ત્યારે પણ અલગ અલગ બગીચામાંથી અનેક વનસ્પતિને નીરખતાં રહેતાં અને કેટલાંય ફૂલ-છોડના અશ્મિનો સંગ્રહ તેઓ કરતા રહેતા. પરંતુ કોલેજકાળ દરમિયાન સ્વિડીશ વનસ્પતિશાસ્ત્રી સ્વેન હેડિંગને મળતાં તેઓને વનસ્પતિશાસ્ત્રને જાણવાની વધારે ઇચ્છા થઇ અને કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં વનસ્પતિશાસ્ત્રનો અભ્યાસ કર્યો.
♦ અભ્યાસ બાદ ભારત પરત થઇને બનારસ અને લાહોરમાં વનસ્પતિશાસ્ત્રેના પ્રોફેસર તરીકે જોડાયા, તેમજ લખનઉ યુનિવર્સિટીમાં પણ તેમણે અનેક પ્રકારની વનસ્પતિનાં ચિત્રોનાં અશ્મિનો મોટો સંગ્રહ કર્યો હતો.
♦ વળી બિરબલ સાહનીએ દરિયામાં ઊગતી વનસ્પતિની માહિતી આપતું પેલીઓબોટની નામનું એક માસિક ૧૯૩૯માં શરૃ કર્યું હતું. આ માટે તેમણે ભૂસ્તરશાસ્ત્રોનો ઝીણવટ પૂર્વક અભ્યાસ કરી પેલેન્ટોલોજિકા ઇન્ડિકા અને બેનીટ્ટીટાઇલીન નામની વનસ્પતિની શોધ કરી હતી. તેમજ પેટ્રિફાઇડ વૂડની પણ શોધ કરી હતી. આમ, વનસ્પતિશાસ્ત્ર ક્ષેત્રે બિરબલ સાહનીએ અનેક શોધ કરી છે.
♥ આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો. ♥
Thursday, 9 June 2016
♥ વનસ્પતિશાસ્ત્રી બિરબલ સાહની ♥
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.