પૃથ્વી પર વનસ્પતિ સૌથી લાંબુ આયુષ્ય ધરાવતો સજીવ છે. તેમાંય કેલિફોર્નિયા નજીક મોજાવીના રણમાં થતી વનસ્પતિએ આયુષ્યનો વિક્રમ સર્જ્યો છે. આ રણમાં કિંગ ક્લોન નામની વનસ્પતિનો છોડ ૧૧૭૦૦ વર્ષનું આયુષ્ય ધરાવે છે અને આજે પણ હયાત છે.
કેલિફોર્નિયા યુનિવર્સિટીના વિજ્ઞાનીઓએ આ વનસ્પતિને ઓળખીને સંશોધનો કરી તેનું આયુષ્ય શોધી કાઢયું હતું. તેને ક્રિઓશોર બુશ પણ કહે છે. ૪૫ ફૂટના વ્યાસમાં ગોળાકાર વિસ્તારમાં ફેલાયેલા કિંગ ક્લોનને ઝીણા પાન હોય છે.
પાન ઉપર મીણ જેવું આવરણ હોય છે એટલે પાણીની અછતમાં પણ તે જીવિત રહે છે. આ અજાયબ વનસ્પતિના વિસ્તારમાં લોકોને જવાની મનાઈ છે. આ છોડ પર પીળાં ફૂલ બેસે ત્યારે સુંદર દેખાય છે. કિંગ ક્લોન પોતાની આસપાસ અન્ય વનસ્પતિને ઊગવા દેતી નથી તેવી માન્યતા છે.
♥ આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો. ♥
Sunday, 19 June 2016
♥ વિશ્વની સૌથી વયોવૃધ્ધ વનસ્પતિ : કિંગ ક્લોન ♥
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.