આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Sunday, 19 June 2016

♥ સૂર્ય ♥


પૃથ્વી સૂર્યમાંથી પેદા થઈને તેની પ્રદક્ષિણા કરે છે. પૃથ્વી પર સૂર્યમાંથી સતત ગરમી અને પ્રકાશરૃપી ઊર્જા મળે છે એટલે જ પૃથ્વી પર જીવન વિકાસ પામ્યું છે. એટલે જ સૂર્યને જગતની તમામ સંસ્કૃતિઓમાં દેવ ગણવામાં આવે છે.ખગોળશાસ્ત્રીઓએ સૂર્ય અંગે ઘણાં સંશોધનો કરી આશ્ચર્યજનક માહિતી મેળવી છે.

સૂર્ય એક તેજસ્વી તારો છે. તેનો વ્યાસ ૬૯૫૦૦૦ કિલોમીટર છે. સૂર્યમાંથી ગ્રહો પેદા થઈને તેની પ્રદક્ષિણા કરે છે. આ સમૂહને સૂર્યમાળા કહે છે.

સૂર્યમાળાનો લગભગ ૯૯ ટકા ભાગ રોકે છે. સૂર્ય પણ પોતાની ધરી પર ફરે છે. તે આપણા ૨૬.૮ દિવસે ધરી પર એક ચક્ર પુરું કરે છે.

સૂર્યમાં ૭૧ ટકા હાઈડ્રોજન, ૨૬.૫ ટકા હિલિયમ અને૨.૫ ટકા અન્ય વાયુઓ હોય છે.

સૂર્યના કેન્દ્રમાં ખૂબજ ગરમી છે. આ ગરમી સતત સપાટી પર આવે છે. આ પ્રક્રિયા દરમિયાન તેમાં હાઈડ્રોજનનું હિલિયમમાં રૃપાંતર થાય છે અને ઊર્જા પેદા થાય છે. સપાટી પર આવેલી ગરમી અને પ્રકાશ બહાર ફેંકાય છે.

સૂર્યમાંથી દર સેકંડે ૪૦ થી ૪૫ લાખ ટન પદાર્થ બહાર ફેંકાય છે. સૂર્યમાંથી પ્રકાશ ઉપરાંત વિકિરણો પણ ફેંકાય છે.

સૂર્યમાંથી પ્રગટ થયેલા પ્રકાશને પૃથ્વી પર પહોંચતા ૮.૩ મિનિટ લાગે છે. સૂર્યમાંથી પ્રગટ થતી ઊર્જા અને સૂર્યમાંથી પ્રગટ થતી ઊર્જા અને પ્રકાશ પૃથ્વી પર સજીવસૃષ્ટિને ઉપયોગી છે. નજીકથી આ શક્તિ ઉગ્ર છે. સૂર્યની ૧૬૦ કિલોમીટરની ત્રિજ્યાના વિસ્તારમાં તમામ વસ્તુ બળીને વરાળ બની જાય.

સૂર્ય તરફ નરી આંખે જોઈ શકાય નહીં. દેખાવમાં તે વર્તુળાકાર ગોળા જેવો લાગે છે. ઊંડા સંશોધનો કરનાર વિજ્ઞાનીઓ કહે છે કે પૃથ્વીની સપાટી અનેક આવરણોની બનેલી છે.

ઈ.સ. ૧૯૧૦માં ગેલીલીયો નામના વિજ્ઞાનીએ સપાટી પર સૂર્યકલંકો જોયેલા. સપાટી પર વધતી ઓછી ગરમીને કારણે કાળા ધાબા દેખાય છે તેને સૂર્યકલંક કહે છે.


No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.