આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Sunday, 19 June 2016

♥ વિશ્વની સૌથી લાંબી પરસાળ : તમિલનાડુનું રામનાથ સ્વામી મંદિર ♥

તમિલનાડુ તેના ઊંચા અને ભવ્ય મંદિરો માટે જાણીતું છે. તમિલનાડુના રામેશ્વરમ્ ખાતે આવેલું રામનાથ સ્વામી મંદિર તેની લાંબી કોરિડોર માટે વિશ્વપ્રસિધ્ધ છે. બાર જ્યોતિર્િંલગમાં જેનો સમાવેશ થાય છે તેવા આ મંદિરમાં ભગવાન શિવની પૂજા દર્શન કરવા લાખો યાત્રાળુઓ આવે છે.

રામેશ્વરમના આ મંદિરમાં બે શિવલિંગ છે એક સીતા માતાએ સ્થાપેલું મુખ્ય શિવલિંગ અને બીજું કૈલાસ પર્વતથી હનુમાનજી લાવેલા તે વિશ્વલિંગમ.

દક્ષિણના દરેક મંદિરની જેમ આ મંદિરની ફરતે ઊંચા ટાવરવાળી ચાર દીવાલો છે. મંદિરની ફરતે પાંચ ફૂટ ઊંચા પ્લેટફોર્મ પર ત્રણ પરસાળ છે. પરસાળ વચ્ચે ઊંચા સ્થંભ છે. તેમાંની ત્રીજી પરસાળમાં થઈ મુખ્ય મંદિરમાં જવાય છે. આ પરસાળને ચોક્યમ મંડપમ કહે છે.

કોરિડોરનો બહારનો ભાગ વિશ્વની સૌથી મોટી પરસાળ ગણાય છે. ૬.૯ મીટર ઊંચી, ૪૦૦ ફૂટ પૂર્વ પશ્ચિમ અને ૬૪૦ ફૂટ ઉત્તર દક્ષિણ લાંબી છે.

અંદરની પરસાળ ૨૨૪ ફૂટ પહોળી અને ૩૫૨ ફૂટ લાંબી છે.

પરસાળની કુલ લંબાઈ ૩૮૫ ફૂટ થાય છે.

પરસાળમાં ૩૦ ફૂટ ઊંચા ૧૨૧૨ સ્થંભો છે. દરેક સ્થંભ ઉપર કલાત્મક કોતરણી છે અને છતમાં પણ કલાત્મક ચિત્રો છે.

હાલનું રામનાથ સ્વામી મંદિર ૧૭મી સદીમાં બંધાયેલું હોવાનું મનાય છે.

કેટલાક ઈતિહાસકારોના જણાવ્યા મુજબ મંદિરની પરસાળ ૧૧મી સદીમાં બંધાવેલી છે. હાલમાં મંદિરમાં ૧૩ નાનાં મંદિરો છે.


No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.