આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Monday 23 May 2016

♥ આપણા ફેફસાં અને શ્વસનક્રિયા ♥


આપણું લોહી આખા શરીરમાં ફરી શક્તિ અને ઓક્સિજન પહોંચાડે છે. અને લોહીમાં ઓક્સિજનનો પુરવઠો વપરાય છે. ફરીથી ઓક્સિજન મેળવવા માટે લોહી આપણી છાતીમાં રહેલાં ફેફસામાં જાય છે. ફેફસામાં આપણે શ્વાસમાં લીધેલી હવામાંથી લોહીને ઓક્સિજન મળે છે. લોહીને શુદ્ધ કરવામાં ફેફસાં મહત્ત્વના અવયવ છે. ફેફસાંને સતત તાજી હવા મળી રહે તે માટે આપણે શ્વાસ લઈએ છીએ. ફેફસાં અને શ્વાસની બીજી વાતો પણ જાણવા જેવી છે.

ફેફસાં છાતીમાં પાંસળીઓ વચ્ચે સુરક્ષિત રહેલા અવયવ છે. તે શ્વાસનળી દ્વારા નાક સાથે જોડાયેલા છે. માણસનું જમણું ફેફસું ડાબા કરતાં સહેજ મોટું હોય છે.

ફેફસામાં સૂક્ષ્મ રક્તવાહિનીઓ હોય છે. રક્તવાહિનીઓને એકબીજા સાથે જોડીએ તો લગભગ ૧૬૦૦ કિલોમીટર થાય.

આરામના સમયમાં આપણે દર મિનિટે લગભગ ૧૦ લિટર હવા શ્વાસમાં લઈએ છીએ. ઓક્સિજનની વધુ જરૂર હોય ત્યારે શ્વાસ આપોઆપ ઝડપી બને છે.

ફેફસાં ઉપરાઉપરી મજબૂત આવરણમાં સચવાયેલા હોય છે. આ આવરણનું કુલ ક્ષેત્રફળ ટેનિસના મેદાન જેટલું થાય.

ઉચ્છવાસનું ઊષ્ણતામાન આપણી ચામડીના તાપમાન કરતાં વધુ હોય છે એટલે ઉચ્છવાસ ગરમ લાગે છે.


No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.