સજીવ સૃષ્ટિમાં વનસ્પતિ પણ પક્ષી-પ્રાણીઓની જેમ અનેક વિધતા ધરાવે છે. ૪૦ થી ૫૦ ફૂટ ઊંચા સિકવોઆથી માંડીને નરી આંખે ન દેખાય તેવા વોલ્ફિયા પણ વનસ્પતિજગતમાં જોવા મળે. આ અજાયબીની વાત પણ રસપ્રદ છે.
♣ સૌથી નાનો છોડ વોલ્ફિયા ♣
વોલ્ફિયા છોડ નહીં પણ એક મિલિમીટરનું ટપકું છે. તેમાં તેના બધા અંગો આવી જાય છે. આપણી આંગળીના ટેરવાં પર પાંચ હજાર વોલ્ફિયાના છોડ આવી જાય. નદી કે તળાવ અને પાણીની સપાટી પર લીલી ચાદર પાથરી હોય તેમ આ છોડ વિકાસ પામે છે.
♣ અમર વનસ્પતિ પોલોપોડિયમ ♣
સામાન્ય રીતે છોડ સૂકાઈ ગયા પછી ફરીથી ઊગતાં નથી પણ આફ્રિકાના જંગલમાં થતો પોલોયોડિયમ અપવાદ છે. આ છોડના ખરબચડાં પાન સૂકાઈ ગયા પછી વર્ષો સુધી જીવિત રહે છે અને પાણી છાંટો ત્યારે ફરીથી લીલાં થઈ ખીલી ઊઠે છે. આ છોડ ૪૦૦ વર્ષ જીવે છે. તેનાં જાડાં પાન હવામાંથી ભેજ ચૂસીને સંઘરી રાખે છે. સૂકાય ત્યારે બદામી રંગના થઈ સંકોચાઈ જાય છે.
♣ હજાર વર્ષ જીવતા છોડ વેલ્વેશિયા ♣
નામિબિયા અને અંગોલાના રણપ્રદેશમાં ઊગતો વેલ્વેશિયા છોડ ૧૦૦૦ વર્ષ જીવે છે. આ છોડને માત્ર બે પાન હોય છે. રણપ્રદેશમાં જમીનમાંથી ફૂટેલાં બે પાન રેતીમાં વિખરાયેલા પડયા હોય છે. પાન ચિરાઈને વધુ પાન બન્યા કરે છે. અને વિકાસ પામે છે. આ પાનની છાયામાં કીડી મંકોડા જેવાં નાનાં જંતુઓ આશ્રય મેળવે છે.
♥ આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો. ♥
Monday, 23 May 2016
♥ વિસ્મયકારક રસપ્રદ વનસ્પતિ ♥
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.