આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Wednesday, 4 May 2016

♥ કેમિસ્ટ્રીનો જનક - રોબર્ટ બોઇલ ♥


કુદરતમાં મળી આવતાં ખનીજો, વનસ્પતિ અને પ્રવાહીઓ અને વાયુના રાસાયણિક ગુણધર્મો અને એકબીજાના સંયોજનથી મળતા નવા પદાર્થોનો અભ્યાસ માનવજાતને ઘણો ઉપયોગી થયો છે.

રસાયણશાસ્ત્ર કે કેમિસ્ટ્રીના અભ્યાસના તબીબી ક્ષેત્રે નવી નવી દવાઓ અને સારવાર ઉપરાંત માનવજાતને ઉપયોગી સુવિધાઓ પણ મળી છે.

૧૭મી સદીમાં લોકો ધાતુઓ પ્રવાહી અને વાયુઓ વિશે વધુ જાણતાં નહોતાં. ઘણાં વિજ્ઞાાનીઓએ આ ક્ષેત્રે સંશોધનો કર્યાં હતા. ૧૭મી સદીમાં થઈ ગયેલો  રોબર્ટ બોઈલ તો કેમિસ્ટ્રીનો પિતામહ કહેવાય છે. તેણે વાયુના જથ્થા અને દબાણ વચ્ચેના સંબંધ અંગે નિયમ શોધેલો. આજે પણ તે બોઈલનો સિધ્ધાંત કહેવાય છે.

રોબર્ટ બોઈલનો જન્મ ઈ.સ. ૧૬૨૭ના જાન્યુઆરીની ૨૫ તારીખે આયર્લેન્ડના લિસ્મોર કેસલમાં થયો હતો. તેના પિતા રાજવી હતા.

સમૃધ્ધ પરિવારમાં જન્મેલા રોબર્ટને ૮ વર્ષની નાની ઉંમરે જ ખાનગી શિક્ષકો રાખી ઉચ્ચ અભ્યાસમાં લગાડી દેવાયો હતો. શિક્ષકો સાથે તે લંડન અને જીનિવાના પ્રવાસે જતો.

અભ્યાસ પૂરો કરી ૧૯૪૧માં ઈટાલી ગયો અને ગેલેલિયોના પ્રયોગોનો અભ્યાસ કર્યો. તે સમયગાળામાં જ ગેલેલિયોનું અવસાન થયેલું. તે સમય દરમિયાન લંડનમાં વિજ્ઞાાનીઓનું એક મંડળ સ્થાપેલું. આ મંડળ વિકસીને પ્રતિષ્ઠિત રોયલ સોસાયટી બની હતી. રોયલ સોસાયટીની સ્થાપનામાં બોઈલનો મહત્વનો ફાળો હતો.

૧૯૫૪ પછી બોઈલ ઓક્સફર્ડમાં રહેવા આવ્યો.  બોઈલે મોટેભાગે હવામાં રહેલા વિવિધ વાયુઓ અને તેના ગુણધર્મો અંગે સંશોધનો કરેલાં. ધાતુઓના મિશ્રણથી નવી ધાતુઓ બનાવવાના પ્રયોગો પણ તેણે કરેલા.

ઈ.સ. ૧૬૯૧માં ડિસેમ્બરની ૩૦ તારીખે તેનું અવસાન થયેલું.


No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.