આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Wednesday, 4 May 2016

♥ કરોળિયો ♥




જીવશાસ્ત્રીઓ કરોળિયાને જંતુ ગણતા નથી. મોટા ભાગના જંતુઓ માંસાહારી નથી હોતા પણ કરોળિયા અન્ય જંતુઓનો પણ આહાર કરે છે. કરોળિયાને ૮ પગ અને આઠ આંખો હોય છે. તેના પેટ નીચે લાળ કાઢવાની ગ્રંથિ હોય છે. કરોળિયાને પેટ અને પેઢુ એમ બે જ ભાગ હોય છે. કરોળિયાના શરીર પર  સખત આવરણ હોય છે સાપની કાંચળીની જેમ આ આવરણ પણ બદલાય છે.

કરોળિયાની ૩૮૦૦૦ જેટલી જાત હોય છે. દક્ષિણ ધ્રુવ સિવાય સમગ્ર પૃથ્વી પર કરોળિયા થાય છે.

કરોળિયા હાનિકારક જંતુઓને ખાય છે. વનસ્પતિનું પરાગનયન કરીને પર્યાવરણને ઉપયોગી થાય છે.

કરોળિયાના પગમાં બે કે ત્રણ આંગળીના પંજા હોય છે. આ સૂક્ષ્મ પંજા વડે તે જાળાના પાતળા તારને પકડીને ચાલી શકે છે.

હમિંગબર્ડ પોતાનો માળો બાંધવા કરોળિયાના જાળાનો ઉપયોગ કરે છે.

કરોળિયાનું લોહી ભૂરા રંગનું હોય છે.

વિશ્વનો સૌથી મોટો કરોળિયો ગોલિયાથ સ્પાઇડર ૧૧ ઇંચ ઘેરાવો ધરાવે છે. આ કરોળિયો દેડકા અને ગરોળીનો શિકાર કરે છે.

પ્રાણીઓના સ્નાયુઓ હાડકાની ઉપરના ભાગે હોય છે પરંતુ કરોળિયાના સ્નાયુઓ હાડકાની અંદર પોલાણમાં હોય છે.

કરોળિયાની લાળ પ્રવાહી હોય છે પરંતુ બહાર હવાના સંપર્કમાં આવે ત્યારે થીજીને તાંતણો બની જાય છે. કેટલાક કરોળિયા વિવિધ ૭ પ્રકારની લાળ બનાવી શકે છે.

કરોળિયા જમીન પર એક સેકંડના બે ફૂટની ઝડપથી દોડી શકે છે.


No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.