આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Friday, 8 April 2016

♥ ભારતના વિક્રમજનક પુલ ♥


વિશ્વમાં સૌથી ઊંચા સ્થળે બંધાયેલો પુલ ભારતના લદ્દાખમાં છે. લદ્દાખનો બ્રેઈલી બ્રીજ ૫૬૦૨ મીટરની ઊંચાઈએ આવેલો છે. તે ૩૦ મીટર લાંબો છે.

બિહારમાં આવેલો મહાત્મા ગાંધી સેતુ વિશ્વમાં નદી પર બાંધવામાં આવેલો સૌથી લાંબો ૫૫૭૫ મીટર લાંબો છે.

કોલકતાના બંદર પર આવેલો ૩૫ મીટર લાંબો પુલ વચ્ચેથી છૂટો પડી જતાં પડખા ઊંચા થઈ જહાજને રસ્તો કરી આપે છે.

કોલકાતામાં હુગલી નદી પરનો હાવરા બ્રિજ વિશ્વનો સૌથી વધુ અવરજવરવાળો પુલ છે. ૪૫૭ મીટર લાંબા અને ૨૨ મીટર પહોળા આ પુલ ઉપરથી દરરોજ લગભગ દોઢ લાખ વાહનો પસાર થાય છે.

રામેશ્વર મુખ્ય ભૂમિ સાથે જોડતો દરિયા પરનો પુલ ૭૬૦૦ ફૂટ લાંબો છે. ભારતમાં સમુદ્ર પરનો તે સૌથી લાંબો પુલ છે.

દિલ્હીમાં યમુના નદી પરનો પુલ સૌથી વધુ ૯૫ ફૂટ પહોળો છે. જેમાં આઠ કાર એક સાથે પસાર થઈ શકે છે.


No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.