આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Friday, 8 April 2016

♥ માનવ શરીરના આધાર હાડપીંજર ♥

સૌજન્ય

'' ગુજરાત સમાચાર ''

માનવશરીરનું માળખું હાડપીંજરનું બનેલું છે. વિવિધ પ્રકારના હાડકાં અને સાંધાઓના ઉપયોગ આપણે દરેક શારીરિક ક્રિયામાં કરીએ  છીએ. હાડકાં વિશે કેટલીક બીજી વાતો પણ જાણવા જેવી છે.

પુખ્ત માણસના શરીરમાં ૨૦૬ હાડકાં હોય છે.

માણસના હાથમાં સૌથી વધુ ૫૪ હાડકાં હોય છે.  જેનાથી આપણે મોટા ભાગના કામ કરીએ છીએ.

માણસના પગમાં ૨૬ હાડકાં હોય છે.

હાડપીંજરનું સૌથી નાનું અને હળવું હાડકું કાનની અંદરના ભાગમાં આવેલુ છે.

હાડકાં, કેલ્શિયમ, ફોસ્ફરસ, સોડિયમ અને કોલાજન પ્રોટીનના બનેલા છે.

હાડકાંના પોલાણમાં શ્વેત અને રક્તકણો બને છે.

હાડકાંના સાંધા રેસા જેવા લિગામેન્ટથી જોડાયેલા હોય છે.

દાંત હાડપીંજરનો જ એક ભાગ છે પરંતુ તેમાં કોલાજન પ્રોટીન હોતું નથી.

માનવશરીરના હાડકાનું કોલાજન સતત ઘસાતું રહે છે અને નવું ઉમેરાય છે.
આમ માનવશરીરના હાડકાં દર સાત વર્ષે નવા બને છે.

ગળામાં જીભના મૂળમાં રહેલું હાઇઓઇડ હાડકું કોઇ હાડકાં સાથે જોડાયેલું નથી.

માનવ શરીરના વજનનો ૧૪ ટકા ભાગ હાડકાં રોકે છે.


No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.