♦ સલામતી માટે બુલેટપ્રૂફ જાકીટ અને અન્ય સાધનો જાણીતા છે. બુલેટપ્રૂફ જાકીટ તો કાપડ જેવું નરમ, પાતળું અને હળવું હોય છે છતાં તેને ગોળી વિંધી શકતી નથી. આ કાપડ શેમાંથી બને છે તે જાણો છો?
♦ બુલેટપ્રૂફ કાપડ કેવલર નામના પદાર્થના રેસાનું બને છે તે કાપડની જેમ જ વણેલું હોય છે. ઈ.સ. ૧૯૬૫માં અમેરિકી મહિલા વિજ્ઞાની સ્ટેફીની વોલેકે મજબૂત કેવલર રેસાની શોધ કરેલી.
♦ આ શોધ મૂળ તો કારના ટાયરોને મજબૂત બનાવવા માટેના રેસા હતા. કેવલરના રેસા કાતરથી પણ કાપી શકાય નહીં તેવા મજબૂત હોય છે. કેવલર સ્ટીલ કરતાં પાંચ ગણું મજબૂત છે. તેના દોરા વડે ગુંથીને તૈયાર કરેલાં કપડાં મજબૂત તો હોય જ પણ તેને બંદૂકની ગોળીથી થોડું નુકસાન થાય ખરું. બંદૂકની સામાન્ય ૨૮ કેલિબરની ગોળી ઈંચના ત્રીજા ભાગના વ્યાસની હોય છે. કેવલરના જાકીટમાં વાગેલી ગોળી તેના રેસાને તોડી શકતી નથી પણ તેમાં ફસાઈ જાય છે અને ઈજા થવા દેતી નથી.
♥ આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો. ♥
Tuesday, 1 March 2016
♥ બુલેટપ્રૂફ કાપડ શેમાંથી બને છે? ♥
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.