આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Tuesday, 1 March 2016

♥ ન્યૂરોસાયન્સનો જનક સાન્ટિયાગો રેમોન કાજલ ♥



ન્યૂરોસાયન્સ એટલે શરીરના જ્ઞાનકોષોનું વિજ્ઞાન. સજીવના શરીરના દરેક અંગો અને અવયવો મગજ દ્વારા મોકલેલા સંદેશા અને સંકેત અનુસાર કામ કરે છે. આંખ જે જુએ છે તેની માહિતી મગજમાં જ્ઞાનકોશો દ્વારા પહોંચે છે. જ્ઞાનકોષો સ્વતંત્ર કોષ છે પરંતુ એકબીજા સાથે જોડાઇને સંદેશાની આપલે કરી સંદેશાને આગળ ધકેલે છે. આ પ્રક્રિયાની શોધ સાન્ટિયાગો કાજલ નામના વિજ્ઞાનીએ કરી હતી. આ શોધથી જ્ઞાનકોષોને લગતા રોગોનો અભ્યાસ અને સારવાર સરળ બન્યા હતા.

કાજલને આ શોધ બદલ ૧૯૦૬માં મેડિસિનનું નોબેલ ઇનામ એનાયત થયું હતું.

કાજલનો જન્મ ઇ.સ.૧૮૫૨ના મે માસની પહેલી તારીખે સ્પેનના પેટિલા-ડી-અરાગોન ગામમાં થયો હતો. તેના પિતા સર્જન અને એનેટોમીના પ્રોફેસર હતા.

બાળવયમાં કાજલ  તોફાની બાળક હતો. તોફાની હોવાને કારણે તે એક સ્કૂલમાં સ્થાયી થયો નહોતો. તેના પિતા પણ તેનાથી કંટાળી ગયા હતા. કાજલને ચિત્રો દોરવા ખૂબ જ ગમતા. શાળાની શિસ્ત તેને ગમતી નહોતી. તેના પિતાએ તેનાથી કંટાળીને શાળામાંથી ઉઠાડી વાળંદ અને ફેરિયાના કામ કરવા મોકલ્યો હતો. ત્યાં પણ તે ફાવ્યો નહીં કાજલને ચિત્રકાર થવું હતું.

ઇ.સ.૧૮૬૮માં તે એક શહેરમાં ચિત્રશાળામાં ભણવા ગયો. તેના પિતા એકવાર ચિત્રકલામાં રસ હોવાથી તેને કબ્રસ્તાનમાં લઇ ગયા અને જમીનમાંથી ખોદકામમાં નિકળેલા હાડકાના ચિત્રો દોરવાનું કામ સોંપ્યું. કાજલને આ ગમ્યું અને શરીરશાસ્ત્રમાં તેને રસ પડવા લાગ્યો. અંતે તે ઝારાગોઝા યુનિવર્સિટીમાં મેડિસિનનો અભ્યાસ કરવા દાખલ થયો.

શરીરની ચીરફાડ અને બંધારણનો અભ્યાસ કરવામાં તે પારંગત બન્યો. ઇ.સ.૧૮૭૩માં તે ગ્રેજ્યુએટ થયો અને ૨૧ વર્ષની ઉંમરે તે સ્વતંત્ર ડોક્ટર બની ગયો.

ડોક્ટર બન્યા બાદ તે લશ્કરમાં જોડાયો ત્યાં ડોક્ટર તરીકે સેવા આપવા લાગ્યો. ૧૮૭૪માં તેની નિમણૂંક ક્યૂબામાં સ્પેનિશ કોલોનીમાં થઇ. ક્યૂબામાં તે બીમાર પડયો અને એક વર્ષમાં પાછો સ્પેન આવ્યો અને માતાની સેવા કરવા લાગ્યો. ઝારાગોવા યુનિવર્સિટીમાં તેણે વિવિધ સ્થાનો પર કામ કર્યા.

ઇ.સ.૧૮૮૭માં બાર્સીલોના યુનિવર્સિટીમાં પ્રોફેસર બન્યો. જ્યાં તેણે જ્ઞાનકોષોને સ્પષ્ટતાથી જોવાની ટેકનિક વિકસાવી અને પક્ષીઓના જ્ઞાનકોષો તપાસીને તેણે જ્ઞાનકોશ અંગે શોધ કરી. તેણે વિવિધ પ્રકારના કોષોની આકૃતિઓ પણ દોરીને પ્રસિદ્ધ કરી. ઇ.સ.૧૮૮૮માં આ શોધ કરીને તે વિશ્વ પ્રસિદ્ધ બન્યો. કાજલ ડોક્ટર ઉપરાંત સારો ફોટોગ્રાફર પણ હતો. તેણે ફોટોગ્રાફ પ્રોગ્રેસ કરવાની નવી પદ્ધતિઓ પણ વિકસાવેલી. 

ઇ.સ. ૧૯૩૪ના ઓક્ટોબરની ૧૭ તારીખે તેનું અવસાન થયું હતું.


No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.