મકાનનું બાંધકામ થતું હોય ત્યાં તાજી ચણેલી દીવાલ પર બે ત્રણ દિવસ સુધી સતત પાણી છાંટવામાં આવે છે. સિમેન્ટ વડે ચણી લીધા પછી તેને સૂકાવા દેવાને બદલે પાણી છાંટી ભીની કેમ રાખવામાં આવે તે જોઇને નવાઇ લાગે પરંતુ તેનું ખાસ કારણ છે. દીવાલો ઇંટ વચ્ચે કપચી, સિમેન્ટ અને પાણીના મિશ્રણનો રગડો ભરીને ચણાય છે. તેની ઉપર પાણી ભેળવેલી સિમેન્ટનું પ્લાસ્ટર થાય છે.
સિમેન્ટ એકઝોથર્મિક પદાર્થ છે. સિમેન્ટ પર પાણી પડે કે તરત જ હાઇડ્રેશનની ક્રિયા થાય છે અને સિમેન્ટ પાણીનું શોષણ કરી સખત પથ્થર જેવી બની જાય છે. આ ક્રિયા બે ત્રણ દિવસ ચાલે પછી મંદ પડે. આ ક્રિયા લાંબો સમય ચાલે તો સિમેન્ટ વધુ સખત બને. હાઇડ્રેશનની ક્રિયા માટે ભેજ જરૃરી છે. દીવાલને વધુ મજબૂત બનાવવા માટે આ ક્રિયા લંબાવવાના પ્રયાસ રૃપે તેની પર બેત્રણ દિવસ સુધી પાણી છાંટી ભેજવાળી રાખવી પડે છે.
♥ આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો. ♥
Tuesday, 1 March 2016
♥ તાજી ચણેલી દીવાલ પર પાણી કેમ છાંટવું પડે છે ? ♥
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.