આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Tuesday, 1 March 2016

♥ દેશવિદેશનું જાણવા જેવું ♥


વિશ્વમાં સૌથી ખુશનુમા હવામાનવાળું શહેર ક્વીટો છે તેને કાયમી વસંતનું સ્થળ કહે છે.
દક્ષિણ અમેરિકામાં ભૂમધ્ય રેખા પર આવેલા આ શહેરમાં કદી ૭ ડિગ્રીથી ઓછું અને ૨૨ ડિગ્રીથી ઉંચું તાપમાન નોંધાયું નથી.

કેલિફોર્નિયાના લોસ એન્જેલસમાં હોલિવૂડ પર્વત પર સફેદ અક્ષરોમાં અંગ્રેજીમાં હોલિવૂડ લેખલું વિશાળ બોર્ડ જોવા મળે છે. હોલિવૂડ સાઈન નામે વિશ્વભરમાં પ્રસિધ્ધ થયેલું આ બોર્ડ ૧૯૨૩માં બનેલું. આ બોર્ડ ૫૦ ફૂટ ઊંચું અને ૪૫૦ ફૂટ લાંબું છે તેનું વજન બે લાખ કિલોગ્રામ કરતાં વધુ છે.

પેસિફિક ટાપુઓમાં નાઉરો નામનો નાનકડો દેશ છે.આ દેશમાં અધિકૃત પાટનગર જ નથી.

ઈસ્તંબૂલ શહેર યુરોપ અને એશિયા એમ બે ખંડોમાં વિસ્તરેલું છે.

ઓસ્ટ્રેલિયાના નુલરબોટના ધાલિયા મેદાનોમાં ૧૦૦૦૦ ચોરસ માઈલમાં વિસ્તારમાં એક પણ વૃક્ષ નથી.


No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.