આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Tuesday, 1 March 2016

♥ ગલુડિયાં અને કૂતરાનું અવનવું ♥



કૂતરા માણસના સૌથી જૂનાં અને વફાદાર દોસ્ત છે. કૂતરા પાળવાની પરંપરા વિશ્વની તમામ સંસ્કૃતિઓમાં પ્રાચીન કાળથી ચાલી આવે છે.

ગલુડિયાં જન્મે ત્યારે બહેરાં અને આંધળા હોય છે. તેમને દાંત હોતા નથી તે ૯૦ ટકા સમય ઉંઘમાં કાઢે છે.

જન્મ પછી બે સપ્તાહ બાદ ગલુડિયાની આંખો ખૂલે છે અને તે સાંભળી શકે છે.

જન્મ પછી ત્રણ સપ્તાહમાં જ ગલુડિયું ગંધ પારખવામાં ઉસ્તાદ  બની જાય છે.

ગલુડિયાને ૪ મહિને દાંત આવે છે.

એક વર્ષનું ગલુડિયું પુખ્ત કહેવાય છે. માણસની સરખામણીએ એક વર્ષનું ગલુડિયું ૧૫ વર્ષના કિશોર જેટલું પરિપકવ હોય છે.

કૂતરા સ્થિર વસ્તુને જોઈ શકતા નથી પરંતુ હલનચલન કરતી વસ્તુઓને જ જૂએ છે.

કૂતરાના કાનમાં ૧૮ સ્નાયુઓ હોય છે તે અવાજની દિશામાં કાન ફેરવી શકે છે.

કૂતરા ગંધ ઓળખી શકે છે પરંતુ દૂરની વસ્તુઓની ગંધ મેળવી શકતા નથી. તેનું ભીનું નાક હવાની દિશા પારખીને પવનમાં આવતી ગંધ પારખે છે.

કૂતરાને ૨૮ દાંત હોય છે તેનું શરીર ૧૦૦ ડિગ્રી ફેરનહીટ કરતાં વધુ ગરમ રહે છે.

કૂતરાના શરીરે નહીં પણ પગના તળિયે પરસેવો વળે છે.

કૂતરા પાળવાના શોખીનો માટે સંવર્ધન કરીને જાતજાતના કૂતરાની જાત પેદા કરવામાં આવે છે.


No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.