આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Tuesday, 1 March 2016

♥ જીવજગતના જાણવા જેવા રેકોર્ડ ♥


જમીન પરનું સૌથી ઝડપી શિકારી પ્રાણી : ચિત્તો. ટૂંકા અંતર માટે કલાકના ૧૧૨ કિલોમીટરની ઝડપ.

જમીન પરનું સૌથી ઝડપી પ્રાણી : અમેરિકન પ્રોંગહોર્ન હરણ, લાંબા અંતર સુધી કલાકના ૫૫ કિલોમીટરની ઝડપે ૪ કલાક સુધી દોડી શકે.

સૌથી ઝડપી શિકારી પક્ષી : પેરેગ્રીન બાજ. કલાકના ૩૨૦ કિલોમીટરની ઝડપે જમીન પર ઉતરાણ કરે છે.

સૌથી ઝડપી પક્ષી : કબૂતર. કલાકના ૧૬૦ કિલોમીટરની ઝડપે ઊડે છે.

સૌથી ઝડપી તરનારું પ્રાણી : કેલિફોર્નિયા સી લાયન. ૪૫ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પાણીમાં તરે છે.

સૌથી ઝડપી કૂતરા : ગ્રેહાઉન્ડ. કલાકના ૭૨ કિલોમીટરની ઝડપે દોડે છે.

સૌથી ઝડપી માછલી : કોસ્મોપોલીટન સેલ ફિશ. કલાકના ૧૦૫ કિલોમીટરની ઝડપે તરે છે.

સૌથી ઝડપી ઊડનારું જંતુ : ડ્રેગન ફલાય. કલાકના ૬૦ કિલોમીટરની ઝડપે ઊડે.

સૌથી ઝડપી દોડનાર જંતુ : વંદો. કલાકના ૪ કિલમીટરની ઝડપે દોડે છે.

સૌથી ઝડપી દોડનારું પક્ષી : શાહમૃગ. ૭૦ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે દોડે છે.

સૌથી ઝડપી વ્હેલ : ક્લિર ઓટકા. કલાકના ૯૦ કિલોમીટર ઝડપે તરે છે.

સૌથી ઝડપી તરનારું પક્ષી : ગેન્ટુ પેન્ગ્વીન.
 કલાકના ૩૫ કિલોમીટરની ઝડપે તરે છે.


No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.