આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Tuesday 1 March 2016

♥ મીણબત્તીની જ્યોત પ્રકાશ અને ગેસની જ્યોત ગરમી કેમ આપે છે ? ♥


કોઇપણ ચીજ સળગે ત્યારે અગ્નિની જ્વાળા, ભડકો, જ્યોત કે અંગારો પેદા થાય. મીણબત્તી દીવા, ફાનસ વગેરેની રચના એવી હોય છે કે તેમાં મીણ કે તેલ બળે ત્યારે ધીમે ધીમે દહન થઇ દિવેટ ઉપર જ્યોત બને છે. દહનક્રિયા વખતે કાર્બનના કણો સળગતા હોય છે અને વાતાવરણનો ઓક્સિજન તેમાં મદદ કરે છે. મીણબત્તીમાં મીણ ધીમે ધીમે પીગળીને  કાર્બનના કણો ધીમે ધીમે ઉપરની તરફ જાય છે એટલે ગરમી ઓછી અને પ્રકાશ વધુ આપે છે. સ્ટવ કે ગેસના ચૂલામાં કેરોસીન અને ગેસ દબાણપૂર્વક વાયુ સ્વરૃપે બહાર આવે છે અને સળગે છે.

તેમાં ઝડપથી ગતિમાન કણો સળગે છે એટલે પ્રકાશ આપતા નથી પરંતુ ગરમી વધુ આપે છે. ઝડપી દહનમાં જ્યોત ભૂરા રંગની હોય છે.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.