આકાશમાં ક્યાંય સરહદ હોતી નથી. સેટેલાઇટ, મિસાઇલ કે રોકેટને અવકાશમાં છોડવામાં આવે પરંતુ કેટલી ઊંચાઈને અવકાશ કે અંતરીક્ષ કહેવાય તે જાણો છો ?
આકાશ અને અવકાશના તફાવતની સરળતા માટે વિજ્ઞાાનીઓએ પૃથ્વીની આસપાસના વાતાવરણના ચાર થર નક્કી કર્યા છે. પૃથ્વીની સપાટીથી ૧૫ કિલોમીટર સુધી હવા, વાદળો, મેઘધનુષ્ય અને હવાના પ્રવાહો હોય છે. હવા, વાદળો અને વરસાદનું તોફાન આ સ્તરોમાં જ થાય છે. આ સ્તરને ટ્રોપોસ્ફીયર કહે છે ત્યારબાદ ૬૫ કિલોમીટરની ઊંચાઈ સુધી શાંત અને પાતળી હવા હોય છે આ હવામાં ઓક્સિજન ઓછો હોય છે. ઓઝોન વાયુ આ સ્તરમાં બને છે. ત્યારબાદ ૪૦૦ કિલોમીટરની ઊંચાઈ સુધી આયનોસ્ફીયરનું પડ હોય છે.
સંદેશા વ્યવહારના સેટેલાઇટ આ સ્તરમાં ઘૂમતા મુકાય છે ૪૦૦ કિલોમીટર પછી હવા ખૂબ જ પાતળી હોય છે. હવાનું ઘર્ષણ હોતું નથી સેટેલાઇટ સરળતાથી ઘૂમી શકે છે. આ સ્તરને સામાન્ય રીતે અવકાશ કહે છે.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.