આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Thursday, 3 March 2016

♥ માથાના વાળમાં ખોડો શા માટે થાય છે? ♥

મનુષ્યની ચામડી પરની પોપડીઓ દરરોજ ખરતી રહે છે. માથામાં થતો ખોડો પણ એક જાતની પતરી કે પોપડી જ છે. તેને માટે પાઈટિરોસ્પોરશ ઓવિલ નામનું આવરણ જવાબદાર ગણાય છે. તેના વડે માથાની ચામડી પર કેરાટિનોસાઈટ્સ નામના કોષો પેદા થાય છે. વિભાજન પદ્ધતિથી આ કોષોની સંખ્યા વધે છે. આ સફેદ ફોતરીને આપણે ખોડો કહીએ છીએ. શેમ્પૂ વડે ખોડો ત્રણ પ્રકારે દૂર કરાય છે.

(૧) શેમ્પૂનો ડિટરજન્ટ પદાર્થ આવા કોષોને છેદે છે અને જમાવટ અટકે છે.

(૨) શેમ્પૂમાંના કેરોકોપેનસ જેવો રસાયણો આવરણનો નાશ કરે છે તેથી ફૂગ થતી નથી.

(૩) શેમ્પૂમાંનો કોલગર ખોડાના કોષોનું વિભાજન થવા દેતો નથી એક બાબત ધ્યાનમાં રાખવા જેવી છે કે કોઈપણ જાતના શેમ્પૂથી ખોડાનો સંપૂર્ણપણે નાશ થતો નથી.


No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.