આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Sunday 7 February 2016

♥ ઓલિમ્પિક ♥


આજે વિશ્વભરમાં લોકપ્રિય અને રોમાંચક ઓલિમ્પિક રમતોત્સવની શરૃઆત ગ્રીસમાં ઈ.સ. પૂર્વે ૭૭૬માં થયેલી અને ઈ.સ. ૯૩૯ સુધી તે ચાલુ રહેલી.

તે સમયે તે ધાર્મિક ઉત્સવ તરીકે ગ્રીસના દેવ ઝીયસની સ્મૃતિમાં યોજાતી.

ઈ.સ. ૧૮૯૪માં ફ્રાન્સના એક શિક્ષણવિદ બેરોન પીચરે એ આ પ્રાચીન રમતોત્સવને ફરી સજીવન કરવાનું વિચાર્યું અને ઓલિમ્પિક રમતોત્સવ શરૃ થયો.

ઈ.સ. ૧૮૯૬માં પ્રથમ ઓલિમ્પિક ગ્રીસમાં યોજાઈ.

૧૯૯૪ સુધી દર ચાર વર્ષે ઓલિમ્પિક યોજાતી ત્યારબાદ દર બબ્બે વર્ષે ઉનાળુ અને શિયાળુ ઓલિમ્પિક યોજાય છે.

૨૦૦૪માં સૌથી વધુ ૨૦૨ દેશોએ ઓલિમ્પિકમાં ભાગ લીધેલો.

૧૯૨૪માં પેરિસમાં યોજાયેલી ઓલિમ્પિક ગેમ્સ ખરેખરા અર્થમાં વિશ્વભરમાં લોકપ્રિય થઈ.

જેમાં પ્રથમવાર ૩૦૦૦ (૧૦૦થી વધુ મહિલાઓ) ખેલાડીઓએ ભાગ લીધેલો.


No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.