આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Sunday 7 February 2016

♥ ફૂટપટ્ટીની શોધ ભારતમાં થયેલી ♥


ભૂમિતિ અને ભૂગોળના અભ્યાસ માટે ફૂટપટ્ટી અનિવાર્ય સાધન છે. અન્ય ઘણાં કામોમાં પણ ફૂટપટ્ટી ઉપયોગી થાય છે. આ ફૂટપટ્ટીની શોધ ભારતમાં થઈ હતી તે વાત જાણીને તમને નવાઈ લાગશે.

ઈ.સ. પૂર્વે ૧૫૦૦ના સમયગાળામાં ભારતની સિંધુ નદીની ખીણમાં વિકસેલી સંસ્કૃતિમાં ફૂટપટ્ટીનો ઉપયોગ થયો હતો. લોથલમાં થયેલા ખોદકામમાં બે મીલીમીટર લંબાઈની ફૂટપટ્ટીનો ટૂકડો મળી આવ્યો હતો. આ ટૂકડો ઈ.સ. પૂર્વે ૨૪૦૦ના સમયગાળાનો હતો.

મોહે-જો-દડોના ખોદકામમાંથી પણ ૧.૩૨ ઈંચ લંબાઈનો ફૂટપટ્ટીનો ટૂકડો મળી આવ્યો હતો. જેમાં દશાંશ પધ્ધતિ પ્રમાણેના ચોકસાઈપૂર્વકના આંક હતા. પ્રાચીન ભારતમાં બાંધકામમાં વપરાયેલી ઈંટો પણ ચોક્કસ માપની એકસરખી રહેતી. મળી આવેલી આ ફૂટપટ્ટી હાથી દાંત અને કાંસાની હતી. ભારતમાં શોધાયેલા પ્રમાણમાપ મધ્ય એશિયામાં પહોંચ્યા હતા


No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.