આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Sunday, 7 February 2016

♥ કમ્પ્યુટર ♥

કેટલીક ઐતિહાસિક વાતો

ઈ.સ. ૧૯૪૦માં વોલ્ટ ડિઝનીની ફિલ્મમાં પ્રથમવાર ઓડિયો એસીલેટરનો ઉપયોગ થયો જેની શોધ ડેવિડ પેકાર્ડ અને બીલ હ્યુલેટે કરી હતી.

રિમોટ કમ્પ્યુટિંગની પ્રથમ શરૃઆત બેલ લેબોરેટરીમાં થયેલી. બેલમાં વિકસેલા કોમ્પ્લેક્સ નંબર કેલક્યુલેટર પર ટેલિટાઈપ કરી ડાર્ટમાઉથમાં બેઠા બેઠા ન્યૂયોર્કમાં ગણતરી થઈ શકતી.

જર્મનીના ઝૂસે ઝેડ-૩ કમ્પયુટર બનાવેલું. બર્લિન પર થયેલા હૂમલામાં તે નાશ પામ્યું. ઝૂસે તેને ૧૯૬૦માં ફરી બનાવ્યું. આજે તે બર્લીનના મ્યુઝિયમમાં છે.

આયોવા યુનિવર્સિટીના જ્હોન વિન્સેન્ટે એટાન સોફ બેરી કમ્પ્યુટર વિકસાવ્યું. તે કદી કાર્યરત થયું નહીં.

બ્રિટિશ એન્જિનિયર ટોમી ફ્લાવર્સ કોલોસસ કમ્પ્યુટર વિકસાવેલું. જેમાં ૧૫૦૦ વેક્યૂમ ટયૂબ હતી. ૧૯૪૦માં બનેલા આ કમ્પ્યુટરની જાહેરાત છેક ૧૯૭૧માં થઈ હતી.

ચંદ્ર પર ચઢાઈ કરનારા એપોલો યાનના સંભવિત પ્રવાસનો નકશો તૈયાર કરવામાં સિક્વન્સ ઈલેક્ટ્રોનિક કેલ્ક્યૂલેટરનો ફાળો હતો.

૧૯૪૮માં બનેલું આ કમ્પ્યુટર ૪૦ ફૂટ લાંબું અને ૨૫ ફૂટ પહોળું હતું.

તેમાં ૧૨૫૦૦ વેક્યૂમ ટયુબ હતી. એપોલો મિશન સિવાય તેનો ઉપયોગ ક્યાંય થયો નહીં.


No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.