♦ દક્ષિણ ધ્રુવમાં અંતિ ઠંડા વાતાવરણમાં જમીન ઓછી અને ચારે તરફ બરફ છવાયેલો હોય છે. આવા વાતાવરણમાં જીવતા પ્રાણીઓની રચના પણ અજાયબ હોય છે. દક્ષિણ ધ્રુવના વાર્લ્ડઝ, હર્ડ, મેકકેરી ટાપુઓ પર જોવા મળતી કદાવર સીલ એક વિશિષ્ટ પ્રાણી છે.
♦ હમેશાં પાણીમાં રહેનારા આ પ્રાણીને માછલી પણ કહે છે પરંતુ તે ચાર પગવાળું સસ્તન પ્રાણી છે. હલેસા જેવા પગથી તે પાણીમાં તરી શકે છે અને બરફ પર ચાલી શકે છે.
♦ ૩૦૦થી માંડી ૩૦૦૦ કિલો વજનના કદાવર સીલને આગળની તરફ હાથીની સૂંઢ જેવું નાક હોવાથી તેને એલિફન્ટ સીલ કહે છે.
♦ એલિફન્ટ સીલની ચામડી જાડી હોય છે તેથી ઠંડી સામે રક્ષણ મળે છે. અતિશય ઠંડા પાણીમાં તે ઊંડે સુધી ડૂબકી મારી બે કલાક રહી શકે છે. એલિફન્ટ સીલ નાની માછલીઓનો શિકાર કરે છે.
♥ આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો. ♥
Sunday, 7 February 2016
♥ ધ્રુવ પ્રદેશનું કદાવર પ્રાણી : એલિફન્ટ સીલ ♥
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.