આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Sunday, 7 February 2016

♥ આપણી આંગળીઓ નાની-મોટી કેમ હોય છે? ♥


આપણા હાથની આંગળીઓ લંબાઈમાં એક સરખા કદની હોતી નથી. દરેક મનુષ્યના હાથની આંગળીઓ ચોક્કસ ક્રમમાં નાની મોટી હોય છે. આપણી બીજી આંગળી સૌથી મોટી અને છેલ્લી ટચલી આંગળી સૌથી નાની હોય છે. હાથની આંગળીઓનો આ રીતે વિકાસ કેમ થયો તે જાણો છો?

પૃથ્વી પર જળચર ત્યાર પછી સ્થળચર પ્રાણીઓ પેદા થયા. સ્થળચર પ્રાણીઓમાં વિવિધ પ્રાણીઓ અને ત્યારબાદ મનુષ્ય પેદા થયો. આ બધું રાતોરાત થયું નથી. કરોડો વર્ષના સમયગાળામાં પ્રાણીઓના શરીરનો તેની જીવનશૈલી મુજબ આકાર ઘડાયો. દરેક પ્રાણીના શરીરના અંગો તેની જરૃરિયાત પ્રમાણે વિકસ્યા.

આદિમાનવ પ્રાણીઓની જેમ ચાર પગે ચાલતો ત્યારબાદ ધીમે ધીમે કમ્મરેથી ટટ્ટાર થઈ બે પગે ચાલતા શીખ્યો. અંગૂઠો અને ચાર આંગળીઓ જમીન પર ટેકવવામાં સમતોલન જળવાય તે જરૃરી હતું. જમીન પર હાથ ટેકવતી વખતે અંગૂઠા પર સૌથી વધુ વજન આવે એટલે અંગુઠો સૌથી જાડો અને મજબૂત બન્યો. બે પગે ચાલતા શીખ્યા પછી અંગુઠાનો ઉપયોગ કરતાં શીખ્યો. વસ્તુઓ ઊંચકતા,હથિયારો અને સાધનોનો ઉપયોગ કરતાં શિખ્યો.

આ બધી ક્રિયામાં પણ હાથની આંગળીઓ નાની મોટી હોવાથી જ સરળતા રહે છે. આપણે લખતી વખતે અંગૂઠા અને પહેલી આંગળી વચ્ચે પેન પકડીએ છીએ. જો તમામ આંગળીઓ એકસરખા કદની હોત તો તમે સરળતાથી લખી શકો ખરા? માત્ર હાથની આંગળીઓ જ નહીં પરંતુ મનુષ્યના તમામ અંગો જીવનક્રિયાને અનુકૂળ થાય તે રીતે જ વિકસ્યા છે.


No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.