આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Sunday 7 February 2016

♥ જળચર જીવોનું અજબગજબ ♥


ગોલ્ડફીશ માછલી અલ્ટ્રાવાયોલેટ અને ઈન્ફ્રારેડ કિરણોને પણ જોઈ શકે છે.

દરિયામાં આજે જોવા મળતી ૨૫૦૦૦ જાતની માછલીઓમાં ૨૫૦ જાતની શાર્ક છે.

ગુજરાતના કચ્છના દરિયામાં શાર્ક સહિત ૧૮૦ જાતની માછલી જોવા મળે છે.

શીલ વેલ નામની માછલી ઈંડા નહીં પણ બચ્ચાંને જન્મ આપે છે.

કેટ ફીશને જીભ હોતી નથી. પરંતુ આખા શરીર પર સ્વાદકોશો હોય છે.

ભૂરી રિંગવાળા ઓક્ટોપસ ઝેરી હોય છે.

જેલીફીશને હાડકાં, મગજ, હૃદય હોતાં નથી તેનું શરીર ૯૫ ટકા પાણીનું બનેલું હોય છે.

વિશ્વભરમાં ૭ જાતના દરિયાઈ કાચબા જોવા મળે છે. તેમાંથી ૩ જાતના કાચબા ગ્રીન ટર્ટલ, રીડલી ટર્ટલ અને લેધરબેક ટર્ટલ ગુજરાતમાં જોવા મળે છે.

ઓરકા વ્હેલ અર્ધા મગજથી ઊંઘ લે છે.

દરિયાઈ જીવોમાં સૌથી લાંબુ પ્રાણી લાયન્સ એન જેલી ફિશ ૬૦ મીટર સુધી લાંબી હોય છે.


No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.