આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Sunday, 10 January 2016

♥ ઇલેક્ટ્રિકના વાયરોના રંગનું રહસ્ય ♥



ઇલેક્ટ્રિકના વાયર ધાતુના તાર ઉપર વિવિધ રંગનું પ્લાસ્ટિક ચઢાવીને બને છે. તાર ઉપરનું પ્લાસ્ટિકનું પડ તેનું રક્ષણ કરે છે અને આપણને શોક લાગવાથી બચાવે છે પરંતુ આવરણ વિવિધ રંગના રાખવાનું કારણ કંઈક જુદું જ છે.

ઇલેક્ટ્રિકના વાયરોના રંગ તેનું આકર્ષણ વધારવા નહિ પણ તેના વપરાશનો હેતુ દર્શાવે છે. જુદા જુદા સાધનો અને ઉપયોગ માટે જાડા-પાતળા એમ વિવિધ પ્રકારના વાયર જોઈએ. ઇલેક્ટ્રિકનું કામ કરનારા લોકો વાયરનો રંગ જોઈને તેનો હેતુ અને ઉપયોગ જાણી લે છે.

આમ વાયરની ઉપયોગિતાના આધારે તેના રંગ નક્કી થાય છે. કેટલાક રંગ અંગે નિયમો છે જે આંતરરાષ્ટ્રીય કક્ષાએ ઉપયોગમાં લેવાય છે.

લાલ, લીલા, પીળા કે કાળા વાયરો જ્યાં વાપરવાના હોય ત્યાં જ વપરાય. કાળો વાયર હંમેશા દરેક દેશમાં અર્થીંગ માટે જ વપરાય છે. આમ વાયરોનો રંગ અકસ્માતનો ભય ઓછો કરે છે.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.