આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Sunday, 10 January 2016

♥ પાણીનું અજબગજબ ♥


પૃથ્વી પરનું ૯૭ ટકા પાણી ખારું છે. આપણા પીવાના ઉપયોગમાં લઈ શકાય તેવા બાકીના ૩ ટકા પાણીમાંનો બે ટકા ભાગ પર્વતો પર બરફ સ્વરૃપે સંગ્રહાયેલો છે એટલે આપણે પીવા માટે માત્ર એક ટકા જ પાણી બચે છે.

વાતાવરણમાં વરાળ સ્વરૃપે પાણીનો પુષ્કળ જથ્થો સમાયેલો છે તે વધુ વરસાદ થઈને પડે તો આખી પૃથ્વી એક ઇંચ પાણીથી ઢંકાઈ જાય.

અવાજની ગતિ હવા કરતા પાણીમાં ત્રણ ગણી વધુ હોય છે.

વિશ્વની બધી જ હિમનદીઓનું પાણી વરસાદ બની વરસે તો પૃથ્વી પર ૬૦ વર્ષ સુધી સતત વરસાદ પડે.

પાણી જામીને બરફ બને ત્યારે તેનું કદ વધે છે અને વજન ઘટે છે.

પાણી કોઈ જ પદાર્થ સાથે રાસાયણિક પ્રક્રિયા કરતું નથી પરંતુ મોટા ભાગના પદાર્થો તેમાં ઓગળે છે.

ખારા પાણીમાંથી બનેલા બરફમાં મીઠું હોતું નથી.

પૃથ્વી પર પાણીનો જથ્થો બે અબજ વર્ષથી સમાન રીતે જળવાઈ રહ્યો છે.


No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.