---»» આપણું મગજ સમગ્ર શરીરનું સંચાલન કરે છે. મગજ ડાબુ અને જમણું એમ બે ભાગમાં વહેંચાયેલું છે અને બંને ભાગ સ્વતંત્ર રીતે વિવિધ સંચાલન કરે છે.
---»» મગજની કાર્યરચનાની આ અટપટી સમજ ઉકેલાતા મગજના ઘણા રોગોની સારવાર શક્ય બની છે.
---»» મગજના બંને ભાગ અંગે ઊંડાં સંશોધનો કરનાર વિજ્ઞાાની રોજર સ્પેરીએ તબીબી જગત ક્ષેત્રે મોટું યોગદાન કર્યું હતું. ઇ.સ. ૧૯૮૧માં તેને આ શોધ બદલ નોબેલ ઇનામ એનાયત થયું હતું.
---»» રોજર સ્પેરીનો જન્મ અમેરિકાના કનેક્ટીકટ રાજ્યના હોર્ટફોર્ડ શહેરમાં ઇ.સ. ૧૯૧૩ના ઓગસ્ટની ૨૦મી તારીખે થયો હતો. તેના પિતા બેન્ક અધિકારી અને માતા બિઝનેસ સ્કૂલમાં શિક્ષિકા હતા. સમૃદ્ધ પરિવારમાં જન્મેલા સ્પેરીને ઉચ્ચ અભ્યાસ પ્રાપ્ત કરવાની તમામ તકો મળી હતી.
---»» હોલ હાઇસ્કૂલમાં પ્રાથમિક અભ્યાસ દરમિયાન સ્પેરી રમતજગતમાં વધુ ભાગ લેતા ઘણી રમતોમાં તેણે મેડલ મેળવેલા. અભ્યાસમાં પણ તે તેજસ્વી હતો. તેને ઓબર્લીન કોલેજની સ્કોલરશીપ મળી હતી. તે યુનિવર્સિટીની બાસ્કેટબોલ ટીમનો કેપ્ટન બન્યો હતો. આ કોલેજમાં તેણે માનસશાસ્ત્રના અગ્રણી વિજ્ઞાની સ્ટેટ્સન પાસે ભણવાનું મળ્યું. સ્ટેટસન અપંગ હતો. સ્પેરી તેને રોજિંદા કામમાં મદદ કરતો.
---»» આમ સ્ટેટસન અને અન્ય વિજ્ઞાનીઓ વચ્ચે થતી વાતો તેને સાંભળવા મળતી. સ્પેરીને પણ મગજની ગતિવિધિઓમાં રસ જાગ્યો. સમય જતાં તે હાવર્ડ યુનિવર્સિટીમાં સંશોધન માટે જોડાયો. ત્યારબાદ તેણે શિકાગો ઉપરાંત અનેક યુનિવર્સિટીઓમાં પ્રોફેસર તરીકે સેવાઓ આપી.
---»» સ્પેરીને માનવ મગજના સંશોધન અંગે ૧૯૮૧માં નોબેલ ઉપરાંત સંખ્યાબંધ એવોર્ડ એનાયત થયેલા. સ્પેરી ઉચ્ચ કક્ષાનો વિચારક, જિજ્ઞાસુ અને સજ્જન પુરુષ હતો. તેણે મૃત્યુપર્યંત કામ કર્યું હતું. ઇ.સ. ૧૯૯૪ના એપ્રિલની ૧૭ તારીખે માનસિક રોગના કારણે તેનું અવસાન થયેલું.
♥ આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો. ♥
Sunday, 10 January 2016
♥ મગજના ડાબા-જમણા ભાગનો સંશોધક : રોજર સ્પેરી ♥
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.