આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Sunday, 10 January 2016

♥ એનાકોન્ડા ♥

  

  

સરિસૃપોમાં સૌથી મોટો સમૂહ  સાપનો છે. સાપ જમીન પર રહેનારા અને પાણીમાં રહેનારા એમ બંને જાતના હોય છે. ૧૦ સેન્ટીમીટરથી માંડીને ૮ મીટરની લંબાઇના લગભગ ૩૪૦૦ જાતના સાપ વિશ્વમાં જોવા મળે છે.

તેમાં કદાવર અને વિકરાળ એનાકોન્ડા જાણીતું નામ છે. એનાકોન્ડા ૬ જાતના હોય છે તેમાં ગ્રીન એનાકોન્ડા સૌથી મોટી જાત છે.

ગ્રીન એનાકોન્ડા લગભગ ૨૦થી ૨૫ ફૂટ લાંબા અને એક ફૂટ જાડા હોય છે.

એનાકોન્ડા ઝેરી સાપ નથી. પરંતુ તેનું વિકરાળ જડબું માણસ અને મોટા પ્રાણીઓને ગળી જઇ શકે છે. એનાકોન્ડા જમીન અને પાણી એમ બંને સ્થળે રહી શકે છે.

એનાકોન્ડાના ત્રિકોણકાર માથા ઉપર નસકોરા અને આંખો હોય છે. એનાકોન્ડા ઝડપથી તરી શકે છે અને ઝાડ પર પણ ચઢી શકે છે. દક્ષિણ અમેરિકાના જંગલોમાં તે જોવા મળે છે. એનાકોન્ડા ઊંડી નદીઓમાં રહે છે. તે સંપૂર્ણ માંસાહારી છે. સસલા જેવા નાનાં પ્રાણીઓ ઉપરાંત ઝાડ ઉપર પક્ષીઓનો પણ શિકાર કરે છે.
 


No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.