આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Sunday, 10 January 2016

♥ વિશ્વની પ્રથમ યુનિવર્સિટી - નાલંદા વિદ્યાપીઠ ♥

         

બિહારમાં આવેલી નાલંદામાં નાલંદા વિદ્યાપીઠનાખંડેર અભ્યાસુઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. આ અવશેષોમાં નવ મઠ અને બૌદ્ધ મંદિરો જોવા મળે છે. ખોદકામ દરમિયાન આ સ્થળે પગથિયાંવાળાં બાંધકામ મળી આવ્યા હતા. નાલંદાના મુખ્ય સ્તૂપમાં બુદ્ધની વિશાળ મૂર્તિ છે.

નાલંદાનો અર્થ જ્ઞાન આપનાર એમ થાય છે. પ્રાચીન કાળમાં નાલંદા વિદ્યાનું કેન્દ્ર હતું. વિશ્વની પ્રથમ આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટી નાલંદા કહેવાય છે.

          

પાંચમી સદીમાં મૌર્ય વંશના શાસન દરમિયાન તેની સ્થાપના થયેલી ૧૨મી સદી સુધી આ વિદ્યાપીઠ ચાલુ હતી તેમાં શ્રીલંકા, ચીન, કોરિયા વગેરે દેશોના વિદ્યાર્થીઓ ભણવા આવતા.

નાલંદામાં તે સમયે ૧૦૦૦૦ વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા. ૨૦૦૦ શિક્ષકો તેમને જુદી જુદી વિદ્યાઓ ભણાવતા. 

          

નાલંદામાં બૌદ્ધ ધર્મગ્રંથો ઉપરાંત અધ્યાત્મ, જ્યોતિષ, તર્કશાસ્ત્ર, વ્યાકરણ, ગણિત અને તબીબી વિદ્યાઓનું જ્ઞાન અપાતું.

નાલંદા વિદ્યાપીઠમાં નવ માળની લાયબ્રેરી હતી. ચીનથી આવેલા પ્રવાસી હ્યુ સાંગ અને ફી હાન વિશ્વપ્રસિદ્ધ થયેલા.


No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.