આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Wednesday, 27 January 2016

♥ અવકાશમાં સૌપ્રથમ ♥


વિશ્વનો પ્રથમ સેટેલાઈટ સ્પુટનિક-૧ રશિયાએ ૧૯૫૭ના ઓક્ટોબરની ૪ તારીખે અવકાશમાં તરતો મૂકેલો.

વિશ્વના પ્રથમ પુરુષ અવકાશયાત્રી યુરી ગેરેરીને રશિયાના વોસ્તોક-૧૦ મિશનમાં ૧૯૬૧ની એપ્રિલની ૧૨ તારીખે ૧ કલાક ૪૮ મિનિટ અવકાશમાં વિતાવેલા.

વિશ્વની પ્રથમ મહિલા અવકાશયાત્રી વેલેન્ટીના ટેરેશ્કોવા હતી. તેણે ૧૯૬૩ના જૂનમાં ૨ દિવસ ૨૨ કલાક ૫૦ મિનિટ અવકાશયાત્રા કરેલી.

અવકાશમાં પ્રથમ સ્પેસવોક કરનાર અવકાશયાત્રી એલેક્સી લિયોનોવે ૧૯૬૫ના માર્ચ માસમાં સ્પેસ વોક કર્યું હતું.

ચંદ્રની સપાટી પર પ્રથમ માણસ વિનાનું યાન લૂના-૨ ૧૯૫૯ની સપ્ટેમ્બરની ૧૩ તારીખે ચંદ્ર ઉપર ઉતરેલું.


No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.