♦ મધમાખી ફૂલો ઉપરથી મધ ચૂસીને મધપૂડામાં એકઠું કરે છે. નાનકડી મધમાખી બુધ્ધિમત્તામાં બહુ મોટી છે. તેની દરેક પ્રક્રિયા બુધ્ધિગમ્ય હોય છે. પોતાના શરીરમાંથી ખાસ પ્રકારનું મીણ જેવું દ્રવ્ય કાઢી તે મધપૂડાની રચના કરે છે.
♦ મધપૂડો ષટકોણ આકારના સંખ્યાબંધ ખાનાનો બનેલો હોય છે. મધપૂડો દીવાલ કે ઝાડની ડાળી પર ચોંટેલો રહે છે. મધપૂડો બનાવવામાં મધમાખી અજબ કાબેલિયતનો ઉપયોગ કરે છે.
♦ મધપૂડાના ષટકોણ આકારના ખાના ચોકસાઈપૂર્વકના માપના બનેલા હોય છે. ખાનાની છએ બાજુ પર બીજા છ ખાના ચપોચપ બેસી જાય તે માપના જ હોય છે. તેમાં ઓછી જગ્યામાં વધુ ખાના બને છે. ષટકોણ આકારના ખાનાં જોડીને ગમે તે આકારનો મધપૂડો બને છે.
♦ ગોળાકાર ખાના હોય તો આજુબાજુ જગ્યા બગડે અને વચ્ચે હવા ભરાઈ રહે. આમ ઓછા દ્રવ્ય અને ઓછી જગ્યા રોકીને મધમાખી મધપૂડો બનાવે છે. મધમાખી ભૂમિતિના નિયમ નથી જાણતી પરંતુ તેણે બનાવેલા ષટકોણ આકારના ખાના જોઈને આપણા એન્જિનિયરો પણ તેમાંથી પ્રેરણા લઈ શકે છે.
♥ આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો. ♥
Wednesday, 27 January 2016
♥ મધમાખી ષટ્કોણ આકારના ખાનાવાળો મધપૂડો કેમ બનાવે છે? ♥
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.