આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Wednesday, 27 January 2016

♥ CNG ♥


વાહનોમાં પેટ્રોલ અને ડીઝલને બદલે પર્યાવરણલક્ષી 'ગ્રીન ફ્યુઅલ' સી.એન.જી.નો ઉપયોગ સરેરાશ ૮૦ ટકા ઓછું પ્રદૂષણ કરે છે.

સીએનજી એટલે કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ.

પૃથ્વીના પેટાળમાંથી મળતા કુદરતી ગેસમાંથી કાર્બન ડાયોક્સાઈડ અને નાઈટ્રોજન સલ્ફાઈડ જેવા વાયુઓ દૂર કરવાથી શુધ્ધ સીએનજી મળે છે.

સીએનજીમાં ૯૧ ટકા મિથેન વાયુ હોય છે બાકીના ૯ ટકામાં ઈથેન, બૂટેન, પ્રોપેન હોય છે.

સીએનજીનું એન્જિનમાં પૂરેપુરું દહન થાય છે એટલે ધૂમાડો નિકળતો નથી.

સીએનજીનો બાટલો ૩.૫ ફૂટ લાંબો અને એક ફૂટ પહોળો હોય છે તેમાં દર ચોરસ સેન્ટીમીટરે ૨૦૦ કિલો દબાણ થતું હોય છે.


No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.