આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Sunday, 31 January 2016

♥ જોરાવર જીવડાં ! ♥


ચપટીમાં ચોળાઇ જાય તેવા નાનકડા જીવજંતુઓમાં અદ્ભૂત શક્તિઓ હોય છે.  કેટલાક જંતુઓનો શક્તિ આશ્ચર્યજનક લાગે પરંતુ તેમના જીવન અને વિકાસ માટે તે જરૃરી પણ હોય છે.

તીડ પોતાના શરીરના વજન જેટલો ખોરાક દરરોજ ખાય છે.

વંદો સૌથી શક્તિશાળી જીવડું છે. પૃથ્વી પર ડાઇનોસોર પહેલાં પણ વંદા  વસતા હતા. વંદાનું માથુ કપાઇ જાય તો પણ ઘણા દિવસ જીવિત રહે છે.

મોનાર્ક પતંગિયા ઇંડામાંથી જન્મ્યા પછી ૨૭૦૦ ગણું મોટું કદ થાય ત્યાં સુધી વધે છે.

મધમાખી એક કિલો મધ ભેગું કરવા ૯૦ હજાર કિલોમીટરનો પ્રવાસ કરે છે.

મચ્છર પોતાની પાંખ સેકંડમાં ૫૦૦ વખત ફફડાવી ગણગણાટ કરે છે.

ડ્રેગન ફલાય લગભગ ૭૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડે છે.

ઘરમાં ઊડતી માખી આપણા કરતા હજારો ગણી વધુ ક્ષમતાથી ગળપણ પારખી શકે છે.

મધમાખીને ડંખ શક્તિશાળી હોય છે.

લેડીબર્ડ નામનું જીવડું ખરાબ  સ્વાદવાળું રસાયણ છોડવાની શક્તિ ધરાવે છે. આ જીવડાને કોઇ શિકારી ખાઇ શકે નહિ.

બીટલ નામના જીવડા તેના શિકારી પર એસિડનો ફુવારો છોડી દૂર ભગાડી મૂકે છે.
 


No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.