♦ ૧૦ એપ્રિલ ૧૮૮૭માં આર્જેન્ટિનાના બ્યુનોસ એટિસ શહેરમાં જન્મેલા આલ્બર્ટો હોસીને નાનપણથી જ વિજ્ઞાાનમાં રસ હતો. તેઓ બ્યુનોસ એટીસની કોલેજમાં મેડિકલનો અભ્યાસ કરી અને ફિઝિયોલોજીના પ્રોફેસર તરીકેની કામગીરી બજાવી હતી.
♦ આગળ જતાં બર્નાડો હોસીએ મગજની અંદર રહેલી પિચ્યુરિટી ગ્રંથિ અંગે સંશોધન કરીને તેમાંથી પેદા થતાં હોર્મોનની ઇન્સ્યુલીન તેમજ શરીરને શક્તિ પ્રદાન કરતી પ્રક્રિયામાં તેની ભૂમિકાની શોધ કરેલી. તેમની આ શોધ બદલ તેમને નોબલ ઇનામ એનાયત થયું હતું. આ શોધથી લોહીમાં શુગર કેટલી છે તેની જાણ થઇ હતી અને તેથી જ આ માટેની દવાઓ શોધી શકાઈ.
♦ ૧૯૧૧માં તેમણે પિચ્યુરિટી ગ્રંથિનાં હોર્મોન ઉપર સંશોધન કરી વિશ્વ સમક્ષ મૂક્યાં. બ્યુનોસ એટિસે મેડિકલ કોલેજમાં સંશોધન ક્ષેત્રોના અનેક હોદ્દાઓ ઉપર પોતાનું શ્રેષ્ઠ કામ આપેલું અને તેઓ પોતાનાં ઉમદા કામ બદલ નેશનલ સાયન્ટિફિક તેમજ ટેક્નિકલ રિસર્ચમાં કાઉન્સિલના પ્રમુખ બન્યા હતા.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.