આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Sunday 20 December 2015

♥ ફિલ્મોમાં દોડતાં વાહનનાં વ્હિલ ઊલટી દિશામાં ઘૂમતાં દેખાય છે ? ♥



તેજ ગતિવાળી મોટર કે ઘોડાગાડી કે અન્ય વાહન સિનેમાના પડદા પર જોતાં તેનાં પૈડાં ઊંધી દિશામાં ફરતાં દેખાય છે, આનું કારણ જાણવા માટે ચલચિત્રનો સિદ્ધાંત સમજવો જરૃરી બને છે. આપણી આંખ સામેથી અનેક દૃશ્યો પસાર થતાં દેખાય છે. પડદા પર મોટરનાં પૈડાં અવળી દિશામાં ફરતાં દેખાય છે, તેને 'સ્ટ્રોરો ઓસ્કોપિક' કહેવામાં આવે છે. પૈડાં કઈ રીતે ફરતાં દેખાય છે તે વાહનની ગતિ પર આધાર રાખે છે. ફિલ્મનાં શૂટિંગ વખતે સામાન્ય રીતે દર સેકન્ડે ચોવીસ ફ્રેમ પાડવામાં આવે છે. આ દૃશ્ય જ્યારે પડદા પર બતાવવામાં આવે ત્યારે 'દૃષ્ટિસાતત્ય'ના નિયમ પ્રમાણે આપણને આ દૃશ્ય હાલતુંચાલતું દેખાશે, જો વાહનમાં પૈડાં દર સેકન્ડે ૨૪ આંટા ઘૂમતાં હોય તો પડદા પર એ પૈડાં સ્થિર દેખાશે, જો પૈડાંની ઝડપ ઓછી હશે તો દૃશ્ય બરાબર દેખાશે અને જો પૈડાં ઝડપથી ફરતાં હશે તો અવળી દિશામાં ફરતાં હોય એવું દેખાશે.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.