ઉત્ક્રાંતિ એવું કહે છે કે મનુષ્ય વાંદરાની વિકાસ પામેલી આવૃત્તિ છે. વાનરમાંતી નર આવ્યો છે. કેટલાંક અપવાદ ઉત્ક્રાંતિ સામેય સવાલો ઊભા કરી દે છે. વાનરના માથે શિંગડા તો હોતા નથી અને મનુષ્યને માથે પણ હોતા નથી, છતાં પણ કેટલાંક અપવાદ ખૂબ રોચક હોય છે. આ જગતમાં એવા કેટલાંક લોકો છે જેમના માથે શીંગડા છે.
ચીનમાં લિયાંગ હ્યુઝેન નામની મહિલાને માથે શીંગડું છે. શીંગડું પણ નાનું મોટું નહીં, પાંચ ઇંચનું છે. માથા પર શીંગડા જેવું ઉંગવા માંડયું ત્યારે લિયાંગે એકાદ બે વખત તો એને તોડી નાખ્યું, પણ શિંગડું કહે મારૃં કામ એ ફરી ફરી ઉગવા માંડયું અને અંતે ઉગીને જ રહ્યું. લિયાંગબહેન હવે શિંગડા સાથે જીવવા ટેવાઇ ગયા છે. સર્જરી એટલા માટે શક્ય નથી કે લિયાંગ હ્યુઝેન વયસ્થ છે જેથી માથા પર સર્જરી કરવી હિતાવહ નથી.
ચીનના જ લિન્નોઉ ગામમાં ઝેંગ રૂઇફંગ નામની મહિલાને પણ માથે શીંગડું છે. તેમની કહાણી પણ લિંયાગ જેવી જ છે. તેઓ પણ વયસ્થ છે અને ઓપરેશન શક્ય નથી.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.