★ ક્રિસમસમાં બાળકોને ભેટ આપવા નીકળતા સાન્તાક્લોસની ગાડીને જોડેલું રેન્ડિયર બર્ફિલા પ્રદેશનું રૃપાળું પ્રાણી છે. દેખાવમાં આપણા સાબર જેવું આ પ્રાણી ફાંટાવાળા શિંગડાથી સુંદર દેખાય છે.
★ ઉત્તર અમેરિકા, અલાસ્કા, કેનેડા અને ગ્રીનલેન્ડના બરફીલા વિસ્તારોમાં જોવા મળતાં રેન્ડિયર પાંચ ફૂટ લાંબા અને ૩ ફૂટ ઊંચા હોય છે.
★ શરીર પર ઘટ્ટ રૃવાંટીવાળા આ પ્રાણી વનસ્પતિ ખાય છે. રેન્ડિયરના શરીર પર ઠંડીથી બચવા બે પ્રકારના વાળ હોય છે. તેના ઘટ્ટ વાળ પોલા અને વચ્ચે હવા ભરેલા હોય છે.
★ રેન્ડિયરના પગના તળિયા ઠંડીમાં ગાદીવાળા હોય છે.
★ શિયાળો જતાં જ ગાદી ઘસાઈને ખરી બહાર આવે છે. રેન્ડિયરના શિંગડા હાડકાના નહીં પરંતુ સખત સ્નાયુના બનેલા હોય છે. શિંગડા પર રૃવાંટી હોય છે. અનેક ફાંટાવાળા શિંગડા ૩ ફૂટ ઊંચા અને પાંચ ફૂટ ઘેરાવામાં હોય છે.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.