સૂર્યના પ્રકાશમાં આપણને દેખાય નહીં એવા ઘણા કિરણો હોય છે. ગામા, બિટા, એકસ-રે, અલ્ટ્રા વાયોલેટ જેવા અનેક કિરણો આપણી દૃષ્ટિની બહાર છે. તેમાં એકસ-રેનો ઉપયોગ જાણીતો છે.
હાડકાંની બિમારી કે હાડકામાં થયેલી તૂટ-ફૂટ તપાસવા માટે એકસ-રેનો ઉપયોગ થાય છે. શરીરમાં અકસ્માત કોઈ ધાતુ ઘૂસી ગઈ હોય કે ગોળી વાગી હોય તો તેનું સ્થાન જાણવા માટે પણ એકસ-રે વપરાય છે.
એકસ-રે એવા કિરણો છે કે સ્નાયુ જેવા લચીલા પદાર્થોમાંથી પસાર થઈ શકે છે. પરંતુ હાડકાં કે ધાતુની સખત ચીજોમાંથી પસાર થઈ શકતા નથી. જર્મન વિજ્ઞાની રોન્ટજને એક્સ-રેની શોધ કરેલી અને તેને પેદા કરવાનું સાધન પણ બનાવેલું.
આ સાધનની મદદથી શરીર પર એક્સ-રેના કિરણો ફેંકી બીજી તરફ તસવીર લેવાય છે. એટલે શરીરમાંના હાડકાં, સહિતની સખત વસ્તુઓનું ચિત્ર ઉપસી આવે છે. આમ તબીબી જગતમાં એક્સ-રે ઉપયોગી બન્યા છે.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.